ગલીયે ગલીયે ચૌકે ચૌકે,
રાવણ મળ્યા મોકે મોકે.
કોને વીંધુ કોને તારુ,
રામ મુંજાણા કેટલા મારું.
ન માન માં નું ન આદર પિતાનો,
વાંક દેખાય છે આજની સિતાનો.
સિતા જો ના રોકે તેના કામણ ને,
રોકે કેમ મંદોદરી રાવણને.
ઉપરનું મળે નોકરી એમ કરવી,
ઘરની માંગણીઓ પુરી કેમ કરવી.
સિતા જો ના મુકે રટણ સોનાનું,
લાવે કયાંથી રામ આજ હરણ સોનાનું,
હું ધારું તો એને બધું મળે,
વિચારે સુગ્રીવ એમાં મને શૂં મળે.
હદ ધરતીની લંકાને સીમા છે આસમાનની,
ટુંકી પડે છે બાળવા પુંછ હનુંમાનની.
એની જ કાલ હતી,
એની જ આજ છે.
લવ કુશ રહેજો ચેતતા,
આ રાવણરાજ છે,
આ રાવણરાજ છે.
વિપુલ જાંબુચા