વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો ……વૈશાલી નકેર Vaishali P. Naker

વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો ……

તસ્વીર જોઈ સંતાનોની મરક – મરક થાઇ છે,
ડૂબી યાદોમાં તેને દીધેલ દુખ ભૂલી જાઈ છે.

પાઈ – પાઈ સંજોટી બનાવ્યો એક આશરો ,
આવ્યે વૃધત્વ, પરાયો ક્યમ બની જાઈ છે.

કાપ્યાં જેના માટે પેટ, બનાવવા જીવન નેક,
તેજ સંતાનો બટકું રોટલા પરથીય જાઈ છે.

સઘળી ઇચ્છાઓ જે સંતાનો સાથે જોડી ,
ત્યારે જાણ નોતી છેલ્લી આશ્રમ સુધી જાઈ છે.

ઘસ્યા પગરખા, રહ્યા અભરખા અધૂરા ,
આંખોના રતન , રતવા સમા બની જાઈ છે.

અકલ્પ્ય દુખ, અપમાન રહેતા સહ્યા, છતાં,
અશ્રુ સંગ વડીલ હદય દુઆ આપતું જાઈ છે.

વૈશાલી નકેર Vaishali P. Naker