અભિલાષા – શીરીન પડાણીયા

કરમાય ગયેલા જીવન માં તાજગી તું ફેલાવી દે, એ જ મારી આશા છે,
ઉજળ થયેલા આ જીવતર માં ખુશહાલી તું ફેલાવી દે,
એટલી જ અભિલાષા છે.

આ તંતુ તંતુ ને પ્રેમ થી તરબોળ તું કરી દે, એ જ મારી આશા છે,
બની શકે તો આ જીવતર માં સારી સુવાસ તું ફેલાવી દે,
એટલી જ અભિલાષા છે.

આ જીવતર માં રોશની ની કિરણ તું ફેલાવી દે, એ જ મારી આશા છે,
બની શકે તો એક પળ શાંતિ ની તું આપી દે,
એટલી જ અભિલાષા છે.

રોમે રોમે તારા નામનું રટણ તું જગાડી દે, એ જ મારી આશા છે,
બની શકે તો શ્વાસો શ્વાસ માં તારું નામ તું દીપાવી દે,
એટલી જ અભિલાષા છે.

મારા શબ્દ શબ્દ માં મીઠાશ તું ફેલાવી દે, એ જ મારી આશા છે,
બની શકે તો વાણી માં મધુરતા તું પુરાવી દે,
એટલી જ અભિલાષા છે.

તારા પ્રેમના રંગમાં તું રંગાવી દે, એ જ મારી આશા છે,
બની શકે તો મારા આ પ્રેમ ને અમર તું બનાવી દે,
એટલી જ અભિલાષા છે.

ભટકી ગયેલા પથિકને પંથ તું બતાવી દે, એ જ મારી આશા છે,
બની શકે તો આ ‘ભવસાગર’ ને પાર તું કરવી દે,
એટલી જ અભિલાષા છે.

તરસી ગયેલી આ ભક્ત ની તરસ તું છીપાવી દે, એ જ મારી આશા છે,
બની શકે તો એકવાર તારા દર્શન તું કરાવી દે,
એટલી જ અભિલાષા છે.

બીજું કાંઇ ના માંગુ તારી પાસે હું તો ,આટલી જ મારી આશા છે,
બની શકે તો આ જીવ ને અસલ મુકામે તું પહોંચાડી દે,
એટલી જ અભિલાષા છે.

‘શીરીન’
એમના બ્લોગ ભવસાગરની મુલાકાત લેવા અહીં ક્લિક http://shirinpadaniya.wordpress.com/ કરશો.