સવાલ-જવાબ – સાયલી પરેશ મારૂ

સવાલ – જવાબ

જો, તારી યાદ એક સવાલ છે…..
તો વિતાવેલી ક્ષણો એનો જવાબ છે.

મારું સપનુ એક સવાલ છે…
જેનો જવાબ તારો અહેસાસ છે.

મારી કવિતા જો સવાલ છે…
તો તારો પ્રેમ એનો જવાબ છે.

મારા હ્લદયમાં લાગણીનો જે ધબકાર છે…
તારી મૌજુદગી એનો જવાબ છે.

મારો દરેક દિવસ ઉગે છે એક જ સવાલ સાથે…
તને મેળવવાની ઝંખના જ એનો જવાબ છે.

જો,,,,,જીવન મારું એક સવાલ છે…
તો તારી પ્રેરણા એનો જવાબ છે.

તારું અસ્તિત્વ જ મારા અસ્તિત્વનો જવાબ છે.

મારો શ્વાસોચ્છવાસ જો એક સવાલ છે…
તો તારી તલાશ એનો જવાબ છે.

મારી આંખોના અશ્રુનો જવાબ તારા બંધ હોઠ છે…મારી જિંદગીનો મોટો સવાલ……

પણ શું કરીએ,,,,,,,,,,,,,,જિંદગી જ સવાલોનો જવાબ છે!!!!!!!!!!!

કદાચ, જિંદગી જીવતા જીવતા જ મારા સૌથી મોટા સવાલનો જવાબ મળી જાય………..

કદાચ,,,છેલ્લી ઘડીયે મને તારો હાથ મળી જાય!!!!!!!!!!!!!!!!

કદાચ જીવનની છેલ્લી ઘડીયે પણ આ સાયલીને તારો સાથ મળી જાય!!!!!!!!!!!!!!!!

– સાયલી પરેશ મારૂ