ગાંધી ક્યારે અવતરશો ફરી? – “સ્વપ્ન” જેસરવાકર

ગાંધી કેરી હાકલે ઉઠી હતી એક આંધી
દુનિયામાં આશ્ચર્ય કેવી લડત સાંધી

બ્રિટીશરો ને ભગાડવા જનતા જાગી
ફકીરના શબ્દે કેવી રાષ્ટ્રીયતા રાગી

ત્રણ અક્ષરનો એક જ શબ્દ આઝાદી
અહિંસાના મંત્રે બ્રિટીશરોની બરબાદી

ના અસ્ત્ર શસ્ત્ર જગ આકાશે ચર્ચા ભારી
વાહ ગાંધી તારી અડગતા ભાઈ ન્યારી

વિશ્વશાંતિનો સંદેશ છે જગને આભારી
જગ જુએ વાટ ક્યારે અવતરશો ફરી ?

“સ્વપ્ન” જેસરવાકર

ભારતની ગૌરવગાથા – સ્વપ્ન જેસરવાકાર

ભારતની ગૌરવગાથા

(રાગ— આંધળી મા નો કાગળ )

ભારત છે દેવતાઓની ભૂમિ , થયા ઋષિ મુની ને સંત
એવી આધ્ય્ત્મીક્તાની ધરતી પરથી, દીપેશ લખે ખત
ભાઈ મારો નોર્વોક ગામે
બ્રિજેશ જેસરવાકર નામે
રામ -કૃષ્ણ -બુદ્ધ -નાનક ને થયા મહાવીર સ્વામી
હનુમાનજી-જલાબાપા-કબીર ને સહજાનંદ સ્વામી
સવાર-સાંજ આરતી કીર્તન થાયે
ભક્તિ ભાવમાં સૌ તરબોળ દેખાયે
સૂર્ય -ચંદ્ર – અગ્નિ – ધરતી- પવન ને ગૌમાતા
મહેનત પ્રમાણે આપે છે સૌને ઉપરવાળો અન્નદાતા
ગંગા-જમના- ગોદાવરી ને સરસ્વતી
તાપી- નર્મદા- મહી ને સાબરમતી
આ ધરતી પર માનવતા છે એક રૂડી ચીજ
આવેલા ને આવકાર આપે ઈજ્જતની છે બીક
ભૂખ્યાને એ ભોજન કરાવે
મુસીબત ટાણે દોડી રે આવે
સંસ્કૃત છે ધર્મની ભાષા અંગ્રેજી વેપારે વપરાય
હાંડી તો છે રાષ્ટ્ર ભાષા , ગુજરાતીએ વિવેક દેખાય
તમારે ત્યાં પાણીના પૈસા લેવાય
અહી તો મફત પરબો મંડાય
ઝાંસીની રાની- તાત્યાટોપે ને થયા બહાદુરસા ઝફર
સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓએ કરી કુરબાનીની સફર
થયો વિક્રમ પરદુઃખભંજન રાજા
રાણા પ્રતાપ ને શિવાજી મહારાજા
આ દેસની ધરતી પર થઇ ગયો એક ફકીર
આફ્રિકાની ભૂમિ પર ફેક્યું સત્યાગ્રહ નું તીર
સાબરમતીનો સંત એ કહેવાયો
અહિંસાના રસ્તે આઝાદી લાવ્યો
ભગતસિંહ -આઝાદ-મોલાના -લાલ-બાલ ને પાલ
શાસ્ત્રી-સુભાષ -નહેરુ ને સરદારે કરી છે કમાલ
અંગ્રેજી હકુમત ને ધ્રુજાવી
અખંડીતતા ની ધૂણી ધખાવી
ગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઈમાં ને કલકત્તામાં બ્રીજ હાવરા
કુતુબ ,લાલકીલો દિલ્હીમાં ને તાજમહાલ છે આગ્રા
આણંદ માં છે અમુલ દેરી
રથયાત્રા માટે અમદાવાદ કે પૂરી
ગ્વાલિયર ને વડોદરા શ્રીમંત રાજવી ના શહેર
અજન્તા-ઈલોરા ની ગુફાઓ ને લખનઉંની છે લહેર
જયપુર તો છે ગુલાબી નગર
પટના મદ્રાસ ને અમૃતસર
અમેરિકા -રશિયા-ઇન્ગ્લંદ-દુબઈ ને પાકિસ્તાન
ભારતને જ માતા કહેવાય ના ચીન કે જાપાન
સમર્પણ ની ભાવના શિખાએ
પડોસી રાષ્ટ્રો ની મદદે જાયે
હવે વિગતવાર જણાવો ,મનડું હજુ ના ધરાય
અહીના લોકો કલ્પના કરે ,અમેરિકા કેવું દેખાય
ભારતની ગાથા દુનિયામાં ગવાય
‘સ્વપ્ન’ ની પાખે જો બેસવાનું થાય

સ્વપ્ન જેસરવાકાર

(૧૯૯૨ ના ફેબ્રુઆરીમાં લખેલું)