મૃત્યુ સુખદ
કેવું! ન કો’ વેદના
દટાવા છતાં.
————————————
નિ:ચીર શબ
કબીલાને મૂંઝવે
કફન શબ્દે.
કાગડો કા કા
કરે છે- કોયલને
જુદી પાડવા!
ધત્ કાગ બોલ્યો.
મહેમાન આવશે.
ચાલો ફરવા.
દર્પણે જોયું.
દર્પણ જાણે કહે.
દર પણ જો.
આ શ્વાસ ન શું
હતાશ વિશ્વે; ખાસ
આશ્વાસન શું!
દિલીપ ર. પટેલ