લા’કાંત ” કંઇક ” ની બે રચનાઓ

આ લ્યો, તમારું આમંત્રણ ને મારી પેશકશ! :
[૧]

સ્પર્શની તાકાત કેટલી છે!ભાગ્યેજ જાણે છે કોઈ!
એક સ્પર્શમાં વીજ-શક્તિપાતના બીજ હોઈ શકે!

એક સ્પર્શ એક સાથે સ્પંદન હજારો સર્જી શકે છે,
એક સ્પર્શ માત્ર અંગેઅંગમાં આગ લગાવી શકે છે!

આત્મ-ચેતનાના વીજ-શક્તિ ના તરંગ સ્પર્શે,તો,
એક તૃણના મૂળમાં વિસ્ફોટની શક્યતા હોઈ શકે!

ટેરવાં બોંબની ચાંપ બને,ત્વચા-ક્ષેત્રે ભૂકંપ થાય!
બોમ્બવિસ્ફોટનું બીજ એક મનોભાવમાં હોઈ શકે!

સમષ્ટિના સર્જકનું મન ક્યાં છે? કોણ જાણે છે?
કોઈની આંખના ચમકારની આંચ ઉજાળી શકે!

[૨]

આકાશના રંગો જોતાં જોતાં, કદાચ, કોઈને ક્યારેક
પોતાની ભીતરનું આકાશ મળી જતું હોય છે!
એમ જ, ચુપચાપ! ચુપચાપ!! ખુલ્લાશ માણતા!
હવાની રવાની ને, તડકાનો વરસાદ,ભૂરાશ,
વાદળોની ધીમી ચાલને સાંભળતા સાંભળતા
અંતહીન પ્રતીક્ષા મુક્તિની …અકળ મુંજારો…!
વળગણોની વણઝાર …વિચારોના કાફલા….!
પણ, એ તો મન ના બંધન છે બધા આપણા !
પગલા ,ધ્વનિ, વાસ,સુગંધ,યાદો, પડછાયા,
સ્પર્શ,સ્પંદનો,કંપન,રણઝણ,સંસ્મરણો,માયા!
કંઈ ને કંઈ પીડે કનડે,કોઈ ને કોઈ ભૂતની છાયા,
ભીતરમાં તડપાવે, કર્યા કરે રટણ ,ત્રસ્ત કાયા!
ખૂલ્લા આકાશમાં વાદળો હોય કે ન હોય,
ક્યારેક અચાનક કો’ક સમજણ જડી પણ જાય !
આકાશ સેવનનો છંદ-નાદ જો લાગ્યો, હોય!
ક્યારેક સફરને અંતે ક્યાંક પહોંચી જવાય!

લા’કાંત ” કંઇક ” / ૨૨-૮-૧૧