સમય

સમય
——-
સમયનું કામ છે, એટલે ઓગળે છે.
નામ બરફનું છે, સમય ઓગળે છે.
પકડવો છે સમયને મુઠ્ઠીમાં પણ,
દેખાતો નથી એ, બસ ઓગળે છે.

છે સમય લાગણીભીનો ને ઓગળે છે,
લાગણીશૂન્ય પણ છે, છતાં ઓગળે છે.
નથી સમજાતું, સમયને બાંધવો શેં ,
પકડવો કઠીન, સતત ઓગળે છે.

છે સમય જરૂરી લક્ષ્ય વિંધવા કાજે,
શિખરે પહોંચતાં, તરત ઓગળે છે.
સફળતા મેળવે, જે સમય ઓળખે છે.

-જ્યોતિકુમાર વૈષ્ણવ.

Advertisements

મારું બાળપણ !

વરસાદ પછી
ગ્રંથાલય માંથી બહાર નિકળ્યો ને,
વરસાદ!
અરે! ઘોઘમાર વરસાદ.
હાથતાલી આપી રહેલા વાદળો,
આજ અનાઘાર વરસી રહયા હતા.
એ જોઈ,
મારો માહયલો આનંદિત આનંદિત.
દૂરથી બાળકોનું ટોળું,
વેરણ-છેરણ આવતુ દેખાય,
ખભે દકત્તર,માથે સીવેલું પ્લાસ્ટીક ને રમત કરતુ’તુ.
આ તરફ યુવાનિયાઓ,
ગોળ કુંડાળું કરીને ફૂલ-રેકેટ રમતા’તા,
ચપ્પલ અને વિક્સની ખાલી ડબ્બી વડે.
મને થયું હું જાઉં પણ ….
ન જઈ શક્યો.
અચાનક મારું બાળપણ સાભર્યું,
અમે હાથમાં દકત્તર ને માથે ખાતરની થેલીની સોડમાં લપાતા-લપાતા નિશાળે જતા’તા,
કાગળની હોડી બનાવી રમતા’તા,
રેલ આવે ત્યારે લાકડાના થડીયા પર બેસી તરતા’તા,
પણ,
આજે,
વઘુ સમજુ બની ગયેલો હું,
સત્તત ઝંખુ છું,
મારું બાળપણ !

-જિગ્નેશ ઠક્કર ‘નાદાન’

કૃષ્ણ મળે તો …

કૃષ્ણ મળે તો મારે એક વાત કરવી છે.
ન કે રાધાની, મીરાંની વાત કરવી છે.
મેડતામાં જન્મેલી ને બાળપણથી વરેલી,
એ પ્રેમદિવાની મીરાંની વાત કરવી છે.
દુઃખ, દર્દ, વિરહ વેઠયાં પણ ન ભુલી તને,
એ લોકદિવાની મીરાંની વાત કરવી છે.
સૌ કહે છે મીરાં અખંડ વરની મૂર્તિમાં સમાણી
પણ અકબરને મળેલી એ મીરાંની વાત કરવી છે.

-જિગ્નેશ ઠક્કર ‘નાદાન’

કોરો કાગળ

કોરો કાગળ

તું છે આકાશે ઉડતું ઉચું એક વાદળ ;
ને હું છું ખાલીખમ કોરો એક કાગળ :

તું વહેતી નદીને ક્યાંક બની જાય ઝરણું ;
હું છું એક ક્ષણ જીવતું ટપકાનું ઝાક્ળ :

તારા તો ખુદાને , તું ખુદ ખુદા સમાન છે ;
મારા માટે તો તું જ છે આગળ ને પાછળ :

બંધ આંખે ચાલ્યો તારા પગલા ઉપર ;
તું થોડુ હવે મારા દિલને થાબળ :

તું આંખો નીચી કરીને ચાલ્યા કરે છે ;
અહીં લખાય છે કોરે કોરા કાગળ :

કવિ : શિવ દુષ્યંત
મુ.પો . વિસનગર
તા. વિસનગર
જી. મહેસાણા પી . ૩૮૪૩૧૫

મો. ૮૮૬૬૧૨૭૪૪૬

ગઝલ
ડોટકોમ
હું જ્યારથી તને સર્ચ કરીને બેઠો છું
એક અલગ પાશ્વર્ડ આપીને બેઠો છું

તને શોધવા કેટલી ફાઈલો અપલોડ કરી છે
તારા ચહેરાને ક્યારનોય ડાઉનલોડ કરી બેઠો છું

તારા મુલાકાતની વેબ સાઈટ તો આપ , સખી
કેટલી રીક્વેસ્ટ તને સેન્ડ કરી બેઠો છું

તને શોધવા ૧૦૦ એમ .બી . લાગી છે દોસ્ત
તું દિલમાં છે ને હુ યુ – ટુબ ઓપન કરી બેઠો છું

તને મળવાનું જ્યારથી નેટવર્ક છુટ્યું છે
બસ એજ ફોટો દિલમાં સેવ કરી બેઠો છું

તને જોયા પછી કેટલા ઓપ્શન ખુંલ્યા છે
ખોટો હું મારા કેરિયરને હેન્ગ કરી બેઠો છું

તુ , ગુગલને ફેસબુક જ્યારથી મળ્યાં છો
મારી લાગણી ને કિવકર પર વેચવા બેઠો છું

કવિ : શિવ દુષ્યંત
મુ.પો . વિસનગર
તા. વિસનગર
જી. મહેસાણા પી . ૩૮૪૩૧૫

મો. ૮૮૬૬૧૨૭૪૪૬

મન શાંત લાગે છે…

મન શાંત લાગે છે…

ખૂબ વઘુ ઉચાટ છે મનમાં તેથી શાંત લાગે છે
ઝડપી પંખાની ગતી જેમ સપાટ લાગે છે

સતત નિરાશ વિચારોની ટેવ પડી ગઈ છે હવે
સમયના ડફણા પણ હવે મજાક લાગે છે

ઘણી વાર થાય છે કે કેમ ચાલશે? પણ ચાલ્યા કરે છે
સુખ દુખના મૌસમ માં સ્થિર જ લલાટ લાગે છે

કોને કહું ? અને કહેવાનો અથૅ પણ શું ?
લોક બિચારા શું કરે જ્યારે સમયની ઝપાટ લાગે છે

નિરાશા માં પણ એક નશો હોય છે મોઇઝ
કોઇ ખંખેરવાનું કહે તો ખરાબ લાગે છે…

મોઈઝ હિરાણી…

ઝાંઝવાના જળ છોડ, તને હું ઝરણું આપું,
તું રામનું બાણ થા , સોનેરી હરણું આપું….

માંગવાની આ કઈ રીત,મન મૂકીને માંગ,
જ્યાં-ત્યાંથી નહિ લે, લે હાથ તરણું આપું…

વેઢાથી નખ વેગળા ને અલગજ રે’વાના,
એકજ પંગતમાં ન બેસ,લે પાથરણું આપું…

ગાઢ અંધારું તો થયું હવે ક્યાં ભટકવાના,
તું અજવાળું થઇ જો,સપ્ત સંભારણું આપું….

અદબ વાળીને ઉભો’રે, ચિંતન કરીલે મન,
તું અંતરપટ તો ખોલ, તને હું શરણું આપું….

કદી કોઈ પર આ કહર ના તૂટે

કદી કોઈ પર આ કહર ના તૂટે
કદી કોઈનો હમસફર ના તૂટે

સપાટી ઉપર જે હશે, તૂટવાના
થયા જે સપાટીથી પર ,ના તૂટે

ભલે ઘરની તસવીર તૂટી જતી
કદી કોઈ તસવીરનું ઘર ના તૂટે

અસલ પ્રેમપત્રો તો વાંચ્યા નથી
તમારાથી નહીતર કવર ના તૂટે

જે હાથે ધનુષ્યો તૂટી જાય છે
એ હાથે કદી કાચઘર ના તૂટ

ભલે આભ તૂટે જમાના ઉપર
અમારી આ ઢીંગીનો વર ના તૂટે

સ્નેહી પરમાર
પીડા પર્યંત માંથી snehi parmar