આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem

કવિલોક એ ગરવા ગુર્જરજનોનો ગુજરાતી બ્લોગ છે. એનો એક્માત્ર આશય આપણી માતૃભાષા ગુજરાતીને ઇંટરનેટના માધ્યમ દ્વારા પ્રચલિત અને પ્રચારિત કરવાનો છે. આજના ગ્લોબલ ગામડે ગલીએ ગલીએ ઘુમતા ગુજરાતી ચાહકોને ‘કવિલોક’ માં પધારવા અને એના સહિયારા વિકાસમાં ભાગીદાર થવા અમો અંતરભીનું આમંત્રણ પાઠવીએ છીએ.

આપના પ્રિય કવિ, જાણીતા હોય કે ફ્કત તમારા પરિવાર કે મિત્રમંડળ કે તમારા સુધી સીમિત હોય, તો અમને તેમનો થોડોક પરિચય અને બે-ચાર રચનાઓ કોમેન્ટરૂપે મોકલાવી આપી આ બ્લોગ પર પોસ્ટ કરવા ‘કવિલોક’ નમ્ર અરજ કરે છે.
There are two ways to submit your poems to share with other Gujarati poem lovers.
1) You can visit us on Facebook- at http://www.facebook.com/kavilok and post your poem there. This way you will be able to see comments and get to know people who like your work.
Or
2) Please submit your poems or poems of your favorite poets in the COMMENT box below. If you also want to get involved with Kavilok and contribute towards promoting Gujarati poems/poets,  please let us know. Let us together give Gujarati poets/poems their due respect they deserve on the World Wide Web.

The publisher disclaims any liability, loss or damage incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the contents.

Thank You.

Advertisements

1,319 Comments

 1. શૂન્ય બની ને સાંભળી રહ્યો છું,

  હૃદય વીંધતા સવાલો ને.

  સમય આવ્યે બતાવી શકું છું,

  શૂન્ય ની સંવેદના ને.

  અકૂપાર બની સમેટી રહ્યો છું,

  મુજ પર ઓકાતા ઝેર ને,

  વાટ જોઈ રહ્યો છું ભરતી ની,

  કિનારે ફેંકી દઈશ બધા વિષ ને.

  -હિમાંશુ પટેલ(૦૭/૦૯/૨૦૧૭)

 2. કાળ ભલે વહે ગ્રહો ની ચાલ સરખી છે
  હાથ ભલે જુદો હો પણ સવાલ સરખો છે

  હાટ માં કઈં કેટલાં સોદા થયાં કરે છે
  ભાવ ભલે જુદો હો પણ માલ સરખો છે

  જિંદગી કેવાં કેવાં રાગ ગાતી રહે છે
  સુર ભલે જુદો હો પણ તાલ સરખો છે

  રુદિયા નાં ખેતર માં લાગણી ઉગે છે
  કણ ભલે જુદો હો પણ ફાલ સરખો છે

  કાશી અને કાબા મહીં પત્થર તો એક છે
  રંગ ભલે જુદો હો પણ કમાલ સરખો છે

  ગિરીશ શર્મા – ૬.૯.૨૦૧૭
  NAVSARI

 3. વાત કરે છે તેમાં તું શું ખાનગી રાખે છે
  મુલાકાત કરે છે તેમાં શું ખાનગી રાખે છે

  જીતવા ને જંગ પગલું તો ભરવું પડે
  શરૂઆત કરે છે તેમાં શું ખાનગી રાખે છે

  ચાહવું કોઈ ને એ કોઈ ગુનો તો નથી
  મહોબત કરે છે તેમાં શું ખાનગી રાખે છે

  એ હા કહે કે ના કહે એકવાર તો પૂછી જો
  રજુઆત કરે છે તેમાં શું ખાનગી રાખે છે

  ખુદા ને ખબર છે કે કોણ તારો ખુદા છે
  ઈબાદત કરે છે તેમાં શું ખાનગી રાખે છે

  ગિરીશ શર્મા – ૬.૯.૨૦૧૭
  NAVSARI

 4. વહાલભરૈલી દિકરી મારી

  વહાલભરૈલી દિકરી મારી
  ગુણૈ સજેલી રુપ નીરાળી
  લાડકી મારી કોડ ભરેલી
  હૈયે મારા તો તુ વસેલી..

  અાંખો મા તારા સપના ભારી
  નખરા તારા સૌને હારી
  નાનકડી તુ જીંદગી મારી
  તારા પે્મ ની ખુુબી નિયારી..

  ઝાંઝર વાળા પગલા તારા
  આંગણે મારા શાેભે ભારી
  તારી મીઠડી બોલી વહાલી
  યાદ અાવે મને વારી વારી..

  તારા પે્મ મા હુ તો હારી
  દિકરી મારી સૈાથી વહાલી..

  વહાલભરૈલી દિકરી મારી…

  જીગીસા પરમાર

 5. જીતવા માટે મુસીબતો ને પડકાર જરૂરી છે…
  લાંબી સફર માટે તડકા નો આવકાર જરૂરી છે…

  મોતી મેળવવાં સાગર જેટલી ઉંડાઈ જરૂરી છે…
  પ્રારબ્ધ ના વ્રુક્ષ ને પરસેવા ની સીંચાઈ જરૂરી છે…

  મુર્તિ ને નીખરવા હથોડી ના પ્રહાર જરૂરી છે…
  સપનાઓ પુરા કરવા મેહનત ની સવાર જરૂરી છે…

  સીડી ચડી ગયા પછી પણ પેલા પગથીયા ને માન જરૂરી છે..
  અજય કિલ્લા ને દરેક ઈંટ ના મહત્ત્વનું ભાન જરૂરી છે…

  જીત ના વિફરતા ઘોડા ને વિનય ની લગામ જરૂરી છે…
  મંજીલ કરતા વધું રસ્તાઓને સન્માન જરૂરી છે…

  સફળતા નો સત્કાર નિષ્ફળતા નો સ્વીકાર જરૂરી છે….
  આદર્શ આચાર અને નીર્મળ વિચાર જરૂરી છે…
  Y D jadeja

 6. હા હું ગુજરાત નો છું…

  ગાંધી ને પટેલ તણા મલક નો છું..
  એવા તો હજારો તારા ચમકે એવા આ ફલક નો છું..

  દ્વારીકાધીશ ના દ્વારકા અને મહાદેવ ના સોમનાથ નો છું…
  જામનગર , ભાવનગર ને ગોંડલ ના રજવાડાઓ ની શાખ નો છું…

  સાબરમતી , નર્મદા ,સરસ્વતી ને તાપી ની ધાર નો છું…
  ચોટીલા , પાવાગઢ ને ગરવા ગીરનાર નો છું..

  રોજ નાચતા ને ગાતા રંગીલા રાજકોટ નો છું..
  ખાખરા , ગાઠીયા , ઢોકળા ને ઉંધીયા તણા અન્નકોટ નો છું..

  નવરાત્રી ની રમઝટ ને શ્રાવણ ના ફરાળ નો છું…
  દિવાળીના દિવાઓ ને હોળી ના ગુલાલ નો છું…

  ભોળા માનવીઓ વસે એવા ગામડાઓ નો છું..
  મા તરીકે પુજાતી ગાય ને નાના નાના વાછરડાઓ નો છું..

  સુર્યદેવ ના ધોમ ધખતા તાપ નો છું..
  શીયાળા ની ઠંડી ને ચોમાસાની મીઠી છાંટ નો છું…

  અફાટ સાગર ના મોજા ને કરછ ની રેતી નો છું…
  ચંદન થીયે મોંધેરી આ માટી નો છું…

  હા હું ગુજરાત નો છું….
  Y d jadeja

 7. સુગંધ હોય સમજણ ની તો પાંગરે સંબંધ
  પછી વેલ એની વિસ્તરતી જાય ચારે તરફ

  મૌન હતું વગડા નું વારસાગત, શું બોલે
  પંખીઓ નો માત્ર કોલાહલ હતો ચારે તરફ

  લગન,અગન,રીઝવું,રીઝાવું,બળવું ને બાળવું
  કેટકેટલા સંતાપ છે આ પ્રેમીઓ ની ચારે તરફ

  આગ હોય બેય બાજુ તો સાંપડે તીર્થ પ્રેમ નું
  પછી હોય બસ નકરો આનંદ માત્ર ચારે તરફ

  કામઠે થી છૂટ્યાં તીર ન પામે સાધ્યું નિશાન
  લાગે,અંગુઠા વગર ના એકલવ્ય છે ચારે તરફ

  કાવડ સજાવી બેઠાં છે કંઈ કેટલાયે માબાપ
  શ્રવણ ની શોધ ચાલે છે વિશ્વ માં ચારે તરફ

  સૌ ને એકસાથે મળવાનું તો હતું જ અશક્ય
  તેથી એ સુગંધ ની જેમ પ્રસરી ગયો ચારે તરફ

  કલમ ને ઓશીકું બનાવી કવિ તો પોઢી ગયો
  શબ્દ એના અજવાળે છે વિશ્વ ને ચારે તરફ

  -પૂજન મજમુદાર (૨૫/૦૩/૨૦૧૭)

 8. जीवन मा खुशी मले न मले
  गम ने जेलता सीखी लो
  जीवन लांबु नले न मले
  दरेक पल ने जीवता सीखी लो
  संबंध वधु मले ना मले
  जे मल्या छे एने ज साचवता सीखी लो
  Krishna mojidra

 9. 👉 ચાલને આજ ‘અષાઢીઈદ’ અને ‘રમઝાનબીજ’ ઉજવી લઇએ,

  તુ જગન્નાથના લાડુ ખાજેે ને, હું રમઝાનની ખીર
  તુ પહેરજે ભગવો મારો ને, હું પહેરીશ લીલા ચીર
  ૦ ચાલને આજ……

  હું પઢુ કુરાન-એ-શરીફ તારી, તુ પઢને મારી ગીતા
  થશે જ્યારે આ યોગ ત્યારે ધેર-ધેર રામ ને સીતા
  ૦ ચાલને આજ……

  વેરઝેરની વાતો મેલી,ચાલ ભાઇ-બંધી કરી લઇએ
  રામલ્લાહને પ્યારો એવો મીઠો ઇફ્તાર કરી લઇએ
  ૦ ચાલને આજ……

  હું હિન્દુ ને તુ મુસ્લીમ,આ નકામી જંજાળ તુ છોડ
  દેશ અનેે દુુનિયા જોશે, આ ‘જુગલ’જોડી બેજોડ

  ચાલને આજ ‘અષાઢીઈદ’ અને ‘રમઝાનબીજ’ ઉજવી લઇએ…ઈદ મુબારક..જય રણછોડ 🙏🙏

 10. ઘણીવાર આંખો પર આંસુ ના પગલાં પડી જતાં હોય છે ,

  લોકો દિલ માં ઠેર ઠેર લાગણી ના ઢગલા કરી જતાં હોય છે .

  છાનું ભલે રાખે એ ,પણ ક્યારેક ઇશારા કરી જતાં હોય છે ,

  ઠોકર વાગ્યા પછી તો અજાણ્યા પણ સહારા બની જતાં હોય છે .

  કથા ભલે જોઈ ના જોઈ , ખાલી ખાલી તો તારણ બની જતાં હોય છે ,

  પાછું ફરી ને નથી દેખતું કોઈ, વગર કારણ છોડી જતાં હોય છે .

  રંગ બદલે એ કાચીંડા પણ ક્યારેક તો ઉદાર બની જતાં હોય છે,

  સાથે એવા પણ હોય છે જે દેવું કરી ને નાદાર બની જતાં હોય છે ..

  છેવટે તો મન માં વિચારો ના બની શકે એ ખ્યાલો રહી જતાં હોય છે ,

  સવાલ-જવાબ એક સબંધ ધરાવે છે –

  જવાબ તો ઘણી દૂર ની વાત છે જ્યારે અહી અધૂરા તો સવાલો જ રહી જતાં હોય છે .

 11. તુ ક્યાં ખોવાય ગયો…?

  અધુરી ક્ષણોને છોડીને તુ ક્યાં ખોવાય ગયો?
  કુદરતની પ્રીતને છોડીને તુ ક્યાં ખોવાય ગયો?

  ભૂલ જોઈને બીજાની શીખામણની અલગ રીતમાં
  ફરિયાદને ફરી સુધારવા તુ ક્યાં ખોવાય ગયો?

  માન સમ્માન મળવું તો હવે ઠીક છે બધું
  કાટકોણના સંબંધોને છોડીને તુ ક્યાં ખોવાય ગયો?

  તસવીરને જોઈને પડછાયો બોલી ઉઠયો દર્પણમાં
  તકદીરને ફરી સુધારવા તુ ક્યાં ખોવાય ગયો?

  સમજવાનું ઘણું મળ્યું હતું ફૂલછોડ પાસેથી પણ
  શીખવવાની રીતને છોડીને તુ ક્યાં ખોવાય ગયો?

  -મયુર.પી.ત્રાસડિયા (“સાનિધ્ય”)
  Mo – 7779002887

 12. સ્મસાને ઊભો માનવ વિચારે કાલ મારે બળવાનુ છે..
  શું મે કર્યું? શું બાકી મારે કરવાનુ છે…

  જિંદગી કાગળયા કમાવવા મા ખર્ચી નાખી છે…
  બસ થોડા સંબંધો કમાવવા ના બાકી છે…

  ચામડાની આંખે જોઈ દુનિયા આખી છે…
  બસ પોતાની અંદર જોવાનુ બાકી છે…

  નોકરી છે , ઘર છે આંગણે ઊભી ગાડી છે…
  અરે હા….મમ્મી ની સાડી પપ્પા માટે સાલ લેવાની બાકી છે….

  સગવડો ખરીદી ખરીદી કાયા હવે થાકી છે…
  શું કરુ ? સંતોષ વેચાતો મળતો નથી એટલે એ ખરીદવા નો બાકી છે…

  બસ હવે કફન મા ખીચ્ચુ સીવવાનુ બાકી છે…
  આખુ જીવન ભેગુ કર્યું બસ થોડું જીવવાનુ બાકી છે…

  મજુર:-
  આજે મે એક મજુર જોયો…
  જિંદગી સાથે વઘુ એક વાર બાથ ભીડી આવતો જોયો….

  ફાટેલા કપડાં પહેરીને સરકારી સ્કૂલે જતા છોકરાને વળાવતો બાપ જોયો…
  એક રુપિયા થી વધુ કદાચ એના ખીસ્સા મા કંઈ નહોતું ,છતા તેને ખુશીથી આપતો જોયો…

  બપોર ની ટાઢી રોટલી એને રાત્રે હસતા મોઢે ખાતો જોયો…
  તોય એને સંતોષ થી ભરેલો ઓડકાર આવતો જોયો…

  વર્ષો થી થાકેલા એના શરીર ને આ તુટેલો ખાટલો શું આરામ આપવાનો..?
  તોય મે એને નીરાતે ભર નીંંદરે ઊંઘતો જોયો…

  પુછે “યુવરાજ”શું છે મજુર પાસે ને શું નથી આપણી પાસે…
  તોય માણસને કા દોડતો જોયો કા હાંફતો જોયો…

 13. માતૃ વેદના

  અશ્રુઓની વાતને તે જ સાંભળી રાખી
  દિલની પાંખોને તે જ સંઘળી રાખી

  આતો હતો બસ અવાજ મારા દિલનો
  તારી જ મંજિલને તે જ સાચવી રાખી

  દર્દથી ભરેલું ક્યારેક બોલી ઉઠ્યું
  પ્રેમ કરવાની રીત તે જ શીખવી રાખી

  જોઈને તને ગગન પણ હરખાઈ જતા
  સ્વપ્નો શોધવાની રાત તે જ પકડી રાખી

  ખરેખર સાચું કે ખોટું શું હતું “સાનિધ્ય”
  મમતાથી ભરેલી જીંદગી તે જ સાચવી રાખી

  -મયુર.પી.ત્રાસડિયા (“સાનિધ્ય”)
  Contact: – 7779002887

 14. ગીતા કાફી હતી

  કોઈના વિચારોની ફક્ત ફરિયાદ કાફી હતી
  કાદવમાં ઉગેલા કમળની ખુશ્બુ કાફી હતી

  યુધ્ધ મહાભારતના રણ મેદાનની વચ્ચે
  સમજાવવા અર્જુનને ફક્ત ગીતા કાફી હતી

  વિશ્વાસ હોય કે શ્રધ્ધા શબ્દના નિરંતરમાં
  ગોપીઓના મહેકમાં કૃષ્ણની વાંસળી કાફી હતી

  વરસતા વાદળ અમૃતના ગગનની પ્રકૃતિમાં
  ધરતીની સુગંધને માણવા વસંત કાફી હતી

  વેદાંત વિદ્યા કે શિવસુત્રો શું હતા “સાનિધ્ય”
  સંતસાગરના લેખોની યશગાથા કાફી હતી

  -મયુર.પી.ત્રાસડિયા (“સાનિધ્ય”) Contact: – 7779002887

 15. શ્રધ્ધા ના કમાડ

  કમાડ અને બારીના મનોમંથન ક્યાં થાય છે.
  વિશ્વાસના દરિયા પણ ફરી ઉભરાતા થાય છે

  શબ્દ જ્યાં ખીલી ઉઠે શબરીના વનમાં, એટલે જ તો
  ક્યારેક રામના દરવાજા પણ ફરી ખુલતા થાય છે

  સંગાથ મળે જયારે રસ્તામાં કૃષ્ણનો, એટલે જ તો
  દુરથી પણ દ્વારકાની નગરી ફરી દેખાતી થાય છે

  હશે સંવાદ તમારાને મારા વિચારોમાં, એટલે જ તો
  કુદરતના દાખલા પણ ફરી સમજાતા થાય છે

  ખીલ્યા છે વસંતના ફૂલ શિયાળામાં, એટલે જ તો
  ઝાકળના બુંદ પણ ક્યારેક ફરી ઝરણા થાય છે

  -મયુર.પી.ત્રાસડિયા(“સાનિધ્ય”)

  Mo-7779002887

 16. વિચારે છે અમારા હાલ પણ આવા થવાનાં છે લગાવી આગ ચીતા પર બધા ચાલ્યા જવાનાં છે કમાણી જિંદગીની એ જ તો સાચી હતી મારી મળ્યા છે શબ્દ એને ચોતરફ પ્રસરાવવાનાં છે ભલેને હો પ્રસંગો જિંદગીનાં લીમડા જેવા દવાની જેમ એને તો તમારે ચાવવાનાં છે ઉતાવળ છે બધાને આજ તો મારા જ દર્શનની હવે મારી નનામી દોસ્ત મારા કાઢવાનાં છે અચાનક એ અહી આવી શકે છે એટલા માટે અમારે આંખ ઉપર બારણાઓ વાવવાનાં છે :=સતીશ ચૌહાણ 8/4/17 મો: 9898404530

 17. આંખ મીંચું એ પછી પણ તું જ સામે હોય છે જિંદગીની હર ખ્શણો તારાં જ નામે હોય છે શ્વાસ,ધડકન,સ્વપ્ન,હૈયું વાત સાંભળતા નથી છે બધા મારાં છતાં તારા જ કામે હોય છે તું ભલે રાખે હદયમાં આપણાં સંબંધને પ્રેમની અજવાશ તો સઘળા મુકામે હોય છે જો મફતમાં કેટલા મશહૂર થઈ ગયાં આપણે આપણી વાતો હવે તો ગામગામે હોય છે એટલા માટે જ તો આ ચાલવાની છે મઝા હાશકારો અંતમાં તારા વિસામે હોય છે := સતીશ ચૌહાણ, 9/4/17

 18. આંખ મીંચું એ પછી પણ તું જ સામે હોય છે જિંદગીની હર ખ્શણો તારાં જ નામે હોય છે શ્વાસ,ધડકન,સ્વપ્ન,હૈયું વાત સાંભળતા નથી છે બધા મારાં છતાં તારા જ કામે હોય છે તું ભલે રાખે હદયમાં આપણાં સંબંધને પ્રેમની અજવાજ તો સઘળા મુકામે હોય છે જો મફતમાં કેટલા મશહૂર થઈ ગયાં આપણે આપણી વાતો હવે તો ગામગામે હોય છે એટલા માટે જ તો આ ચાલવાની છે મઝા હાશકારો અંતમાં તારા વિસામે હોય છે := સતીશ ચૌહાણ, 9/4/17

 19. સુજ્ઞ મહોદય
  આપનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અને સમર્પણ વંદનીય છે.ઇશ્વરની અનહદ કૃૃપાથી મારી કલમથી ભજનની સરિતા વહે છે. ૧૯૭૫ થી આજ સુધીમાં લગભગ ૬૦૦૦ જેટલા ભજનો લખાયા છે. ૬૦૦ જેટલા ભજન પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા પરંતુ બીજી ભજન ગંગા નોટોમાં શાહી બની સૂકાઇ રહ્યા છે. કેટલાક કાવ્યો પણ છે આ માધ્યમમા પ્રવેશવા માર્ગદર્શન આપશો તો આપની આભારી થઇશ.
  લિ. આપની આભારી
  નારદી પારેખ

 20. વગર
  ગઝલ અનંત પટેલ
  સ્વાગતે રાજી ઘણો આવ્યાં તમે કાગળ વગર,
  ના કરંતાં નેણ તારાં ઘા મને કારણ વગર ;
  આશ મારી પૂરવાને કોણ બીજું આવતું ?
  વ્હાલ મીઠાં કોણ કરતું એક તું સાજણ વગર;
  આકડા ને થોરિયા તો મ્હોરતા’તા ખેતરે,
  મ્હેંકવા લાગ્યા ગુલાબો આજ ત્યાં અડચણ વગર;
  ઓહ આ પનઘટ સફાળો મોજ થી ઝૂમી ઉઠ્યો,
  બે કદમ તારાં પડ્યાં રૂડાં ભલે ઝાંઝર વગર;
  રંગ રૂડા જીંદગીમાં સાથ લઇ આવ્યાં તમે ,
  ચાલશે મારે હવે રંગો ભર્યા ફાગણ વગર.
  00000
  મો-૯૮૯૮૪૦૯૦૫૩ .email- anantpatel135@yahoo.com
  ૧૩ /૦૪/૨૦૧૭

 21. “વનવાસી”

  અમે રે વનવગડાનાં વાસી,
  નથી કોઇનાય ચરણની દાસી,
  સદાય રહીએ પ્રકૃતિની ઓથે,
  ખોવાયા એવા કે, ના મળીએ કદી ગોતે,
  આજે ખાધું, આજે પીધું,
  કાલની વળી ચિંતા શું?
  રીત અમારી જબરદસ્ત,
  કરીએ મહેનત કમરકશ,
  જીવ અમારા સંતોષી,
  નથી ભાળ્યા, હાથે કદી જોષી,
  ચાલે કર્મનું ચાકડું,
  ભૂલી ભ્રમનું ભાંખડું,
  એક્બીજાની પડખે ઊભા,
  મિલાવી અમે ખભે ખભા,
  જોઇને અમને, કહેતાં દંભીઓ,
  હશે ભાઇ હશે, હશે ભાઇ હશે,
  હશે ભાઇ હશે, હશે ભાઇ હશે.

  – રવિ બી. પટેલ.

 22. “Vigour”

  जमके कर तु दटके कर,
  मांग रहा है ये वतन,
  थकना नहिं तु करता चल,
  उठाके मिट्टी ये वतनकी,
  लहूँसे अपने कर जतन.

  पानीसे तु आग लगा,
  अंधेरेसे ज्योत जला,
  पसीनेसे अपनी प्यास बूजा,
  महेनतसे तु भूख भगा,
  लहूँसे अपने घाँव रूजा.

  चालमें अपने जोश दीखा,
  शीशपे अपने धूल चडा,
  मूठ्ठी बंद कर, आँसमान जूका,
  ख्वाब नहिं तु इतिहास बना.

  – रवि पटेल

 23. સુજ્ઞ શ્રી,

  સાનંદ અભિવાદન!

  આ સાથે મારી સ્વરચિત કૃતિઓ સાદર પ્રસ્તુત છે.

  યોગ્ય લાગે તે રચના પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી.

  સાભાર,

  વિજય

  ———
  ‘લ્યા તને આ કામ નૈ ફાવે,
  પૂછવું હો તે જ તું પૂછને!

  સાવ ખોટ્ટું મ્હોણ શું નાખે?
  પૂછવું હો તે જ તું પૂછને!

  ખૂબ પ્રશ્નો પેટ માં કૂદે?
  પૂછવું હો તે જ પૂછને!

  આમ દેખાડા અને ચાળા?
  પૂછવું હો તે જ તું પૂછને!

  પૂછતાં પેલ્લાં જ મૂંઝાયો!
  પૂછવું હો તે જ તું પૂછને!

  ફેર ઘુમાવો જવાદે આજે,
  પૂછવું હો તે જ તું પૂછને!

  ઈંટ મારે તો પથ્રો વાગે!
  પૂછવું હો તે જ તું પૂછને!

  જાન્યુઆરી ૨૦૧૭ વિજય પાઠક ‘અમિત’

  ——–
  વાદ કરતાં આયખું ટૂંકું પડે,
  સાચ ઠરવું કે સુખી રે’વું કહો.

  રોગ લઈને સૌ અદેખાઈ તણો,
  દુઃખ કેવું યાતના જેવું સહો.

  વાસના ના સાપ શું પાળ્યા કરો,
  જીવ લેશે ઝેર આ કેવું વહો?

  ભાર હળવો કર અહમ નો તું જરા,
  ને પછી જો સર શિખર કેવું અહો!

  જાન્યુઆરી ૨૦૧૭ વિજય પાઠક ‘અમિત’

  —————-
  એક કોરો કાગળ આપો તો લખું,
  આંખ કેરા કામણ આપો તો લખું.

  એક રૂઠેલી રમણી ને વિનવું,
  ફૂલ ફોર્યાં ફાગણ આપો તો લખું.

  વ્રેહ માં સૂતી શમણાં સૂની કથા,
  આંખ ભીનાં શ્રાવણ આપો તો લખું.

  રાત આખી સાજણ રાતી આંખ શું?
  સાવ સાચા કારણ આપો તો લખું!

  ડિસેમ્બર ૯, ૨૦૧૬ વિજય પાઠક ‘અમિત’

  —————–

  પ્રિય એવું ચાહવા કાં ના મળે,
  આંખ જેવું સાધવા કાં ના મળે?

  દૈવ જાણે રાહ લંબાતી સતત,
  હાશ જેવું રાચવા કાં ના મળે?

  વેઠ કરતા બસ હવે થાકી ગયા,
  લાભ જેવું ખાટવા કાં ના મળે?

  શું વધાવું મન ભરી ને મૌન ને?
  શબ્દ જેવું પામવા કાં ના મળે?

  તળ થકી તાકું શિખરને હું સતત!
  ખેપ જેવું થાકવા કાં ના મળે?

  નૈન પ્રોવી એમને જોતા રહો!
  ચાંદ જેવું ચાહવા કાં ના મળે?

  નવેમ્બર ૧૭, ૨૦૧૬ વિજય પાઠક ‘અમિત’
  ————————————–
  આમ કોઈ બારણે આવી જશે,
  આંસુઓથી આભ છલકાવી જશે!

  ફૂલ જેવી ચૂમીઓથી દ્વાર પર,
  લાગણી ના ચાંદ ચમકાવી જશે!

  ના હવે હું લાગ નહીં છોડું જરા,
  પોંખતાં જો બાથ માં આવી જશે!

  “કેમ છો” પૂછી ને એ મલ્કી જશે,
  તાર દિલ ના એમ રણકાવી જશે!

  નવેમ્બર ૧૭, ૨૦૧૬ વિજય પાઠક ‘અમિત’

 24. “ચેતના”

  અજબ જીંદગી ગજબ જીંદગી છે મનછાનો ઘડો,
  લિપ્ત થયેલો ભોગમાં ના રાખતો કોઈ ધડો,
  કર્મ ભૂલી મદમસ્ત બનેલો ભોગમાં છું છકેલો,
  છૂટવા સ્વાર્થના પાશથી અખાડા કરતો હું અકેલો,
  ચેતનાનું પૂર દોડ્યું મુજ મન માંહી આજ,
  સમર્પિત કરુ જીવન સઘળું દેશ કાજ.

  – રવિ બી. પટેલ.

 25. પીછું કેટલું હળવુંફુલ,
  માણસ તો બસ ભારેખમ;
  પીછું તો હર હાલ ખુશ છે,
  માણસને હજારો ગમ

  પીછાને ના કોઇ ઇચ્છા છે,
  પીછાને ના કોઇ વળગણ;
  માણસને કેટલાં બંધન,
  માણસને લાખો અડચણ

  પીછું કેટલું સુંવાળું, ને પીછું કેટલું મુલાયમ;
  પીછું તો હર હાલ ખુશ છે, માણસને હજારો ગમ

  માણસ એતો માણસ છે,
  ને પીછું એતો પીછું;
  મણસપણુ છોડી,
  હું તો પીછું બનવા ઈચ્છું

  પીંછાને નાં કોઇ આગ્રહ, પીંછાને ના કોઇ અહમ;
  પીછું તો હર હાલ ખુશ છે, માણસને હજારો ગમ.

  વિજય ચોહલા, ‘સહજ’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s