આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem

કવિલોક એ ગરવા ગુર્જરજનોનો ગુજરાતી બ્લોગ છે. એનો એક્માત્ર આશય આપણી માતૃભાષા ગુજરાતીને ઇંટરનેટના માધ્યમ દ્વારા પ્રચલિત અને પ્રચારિત કરવાનો છે. આજના ગ્લોબલ ગામડે ગલીએ ગલીએ ઘુમતા ગુજરાતી ચાહકોને ‘કવિલોક’ માં પધારવા અને એના સહિયારા વિકાસમાં ભાગીદાર થવા અમો અંતરભીનું આમંત્રણ પાઠવીએ છીએ.

આપના પ્રિય કવિ, જાણીતા હોય કે ફ્કત તમારા પરિવાર કે મિત્રમંડળ કે તમારા સુધી સીમિત હોય, તો અમને તેમનો થોડોક પરિચય અને બે-ચાર રચનાઓ કોમેન્ટરૂપે મોકલાવી આપી આ બ્લોગ પર પોસ્ટ કરવા ‘કવિલોક’ નમ્ર અરજ કરે છે.
There are two ways to submit your poems to share with other Gujarati poem lovers.
1) You can visit us on Facebook- at http://www.facebook.com/kavilok and post your poem there. This way you will be able to see comments and get to know people who like your work.
Or
2) Please submit your poems or poems of your favorite poets in the COMMENT box below. If you also want to get involved with Kavilok and contribute towards promoting Gujarati poems/poets,  please let us know. Let us together give Gujarati poets/poems their due respect they deserve on the World Wide Web.

The publisher disclaims any liability, loss or damage incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the contents.

Thank You.

1,385 Comments

 1. *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  જે પોતે દુઃખ વેઠીને સંતાન ને માત્ર ને
  માત્ર સુખ આપે એ *માં*…!
  *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  પોતા માટે નય માંગે ઈશ્વર પાસે કઈ
  બધું સંતાન માટે માંગે એ *માં*…!
  *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  બાળક મા સંસ્કારો નું રોપણ કરીને તેને
  માણસ બનાવે એ *માં*…!
  *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  દુનિયામાં સૌથી પ્રેમાણ વ્યક્તિ
  હોય તો એ *માં*…!
  *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  દુઃખ માં ઈશ્વરની પેલા જો કોઈ
  યાદ આવે તો એ *માં*…!
  *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  સંતાન ની ઉજ્વળ કારકિર્દીમાં જો
  કોયનો મોટો ફાળો હોય તો એ *માં*..!
  *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  સંતાન ને ખીજાયા બાદ તેને રડતો
  જોય પોતે પણ રડે એ *માં*…!
  *”માં”* શબ્દ એક , લાગણીઓ અગણિત..!
  મારા માટે ભગવાન થી પણ પેલા
  જો કોઈ હોય તો એ મારી *માં*…!

  -Mihir Fadadu

 2. કયાં જાશો?

  કુદરતે કરેલુ જગનુ બેલેન્સ,સૌની માટે બન્યુ મૌતનુ ચૈલેન્જ,
  ટપાટપ પડી રહી છે લાશો,તેને મુકવા કયાં જાશો?

  મુશ્કેલીમાં છે ભારત માઁ,
  તેમને બચાવવા કયા જાશો?
  ઘરમાં રહો તેજ છે ઇલાજ,
  બાકી જાતને બચાવવા કયાં જાશો?

  લાખમાંથી બે લાખ ને તેમાંથી ચાર લાખ થતા વાર નહી લાગે,
  હસતો ચહેરો રડતો થતા વાર નહી લાગે,
  ત્યારે તે હસીને પાછી શોધવા કયાં જાશો?

  નાશ પામશે આપણી સંસ્કૃતિ,
  તેને બચાવવા કયાં જાશો?
  ઘરમાં રહો તે જ છે ઇલાજ,
  બાકી પોતાનાને બચાવવા કયાં જાશો?

  સમય છે હજી બચાવીશુ દેશને, બાકી
  સુખી ખાંસી તેજ બુખાર અને થકાનને લઇને કયાં જાશો?

  મળવાની છે જીવનજરૂરિયાતની વસ્તુઓ, તો
  ટોળાવળીને વાઇરસને લઇને કયાં જાશો?
  ઘરમાં રહીશું એજ છે ઇલાજ બાકી,
  પ્લાસ્ટિકથી ભેટેલી લાશને લઇને કયાં જાશો?

  વધી રહ્યા છે માણસના મૃત્યુ આંક,
  તેને અટકાવવા કયાં જાશો?
  એક જ છે ઇલાજ ઘરમાં રહો.

  —સ્નેહ પટેલ

 3. “વહેલી સવાર નો વરસાદ”

  તારી યાદો ની પ્રત્યેક ક્ષણો ની વહેલી સવારે આવેલી યાદ

  તારી કીધેલી વાત નો ટીપા સ્વરૂપે જમીન પર પડતો અવાજ

  તારી ઉપસ્થિતિ ની અનુભૂતિ કરાવતો પાણી નો સ્પર્શ

  તારા હર્ષ ની યાદ કરાવતો કડકતી વીજળી નો અવાજ

  તને પલળેલા જોવા માટે વાદળો ને મારી ફરમાઈશ

  તને પામવા માટે કુદરત સાથે કરવામાં આવતો મારો સંવાદ

 4. ના કહીશ કઈ પણ ઊંડો વિચાર હવે મારો પણ છે
  મેં પહેરેલા દરેક ઘરેણાંમાં વિચાર હવે તારો જ છે…

  ના પૂછીશ આ બોલતી આંખોમાં કાજલની વાત
  મારા શૃંગારની પરિભાષામાં દ્રશ્ય આ તારું જ છે…

  ના કહીશ મને કેમનું અનુસરીયું છે મેં તને
  મારી ઘણી બધી ટેવોમાં હવે અંશ તારો જ છે …

  ના પૂછીશ તું મને આ અવાજ કરતી ઝાંઝરીની વાત
  આ ભીડમાં પણ તું મને અનુભવે એકમાત્ર વિચાર મારો છે…

  કલમ સાથે
  નેહલ ચાવડા
  @shabdo_no_rankar_

 5. હશે, બ્રહ્માંડમાં ઝગમગતા તારાઓની ટોળીઓ
  ચાંદ તારો પ્રકાશ મળી જાય ત્યારે પ્રેમ થાય..

  આંસુઓ કેમ ના સૂકાય જયારે કોઈ હાથ
  આંખોનો રૂમાલ બની જાય ત્યારે પ્રેમ થાય..

  સાંભળી હશે ખરતા તારાઓની વાર્તાઓ જયારે
  તારો ખરેને તું જ મંગાય જાય ત્યારે પ્રેમ થાય..

  મૂકને આકર્ષણ શબ્દ જયારે કોઈ હાથનું સ્પર્શ
  ધગધગતા દિલને અડીને જાય ત્યારે પ્રેમ થાય..

  કૂંપળો કેમની ફૂટે ઘટાદાર વૃક્ષમાંથી જયારે
  તું ધોધમાર વરસાદ બની જાય ત્યારે પ્રેમ થાય

  રસ્તામાં જયારે કોઈ અજાણ્યું મળેને પણ
  તારી જ વાર્તા કહેવાય જાય ત્યારે પ્રેમ થાય..

  આ સુંદરતાની પરિભાષા મને ના પૂછીશ જયારે
  કોઈના અંતરની સાદગી અડીને જાય ત્યારે પ્રેમ થાય.

  કલમ સાથે
  નેહલ ચાવડા
  @shabdo_no_rankar_(Instagram)

  • માનવી આ કાચા રસ્તા પર તું દોડવાની વાત ના કર
   ધગધગતી મહેનત કરી તું તારું પાક્કી ઈંટોનું ઘર ચણ…

   તું આમ બંધ પિંજરામાં કોઈને પૂરવાની ક્યારે હિંમત ના કર
   સ્વતંત્રતા તો દરેકની છે તું આકાશમાં ઉડતું મૂકવાની વાત કર…

   આમ હજારો મોંઘાં વસ્ત્રો ખરીદી તું આ ખોટો ઘમંડ ના કર
   કોઈ ગરીબ વેપારીનું પેટ ભરાય તું અહીંયા તો ભાવતોલ ના કર…

   કુદરતી વસ્તુઓની મજા માણ તું આ આડુંઅવળું કૃત્રિમ ભેગુ ના કર
   આ હસતા વૃક્ષો ઘટાડીને તું આ રડવા વાળો કાર્બન એકત્રિત ના કર….

   આ ખુશખુશાલ રક્ષણ કરતી હરિયાળી ધરા છે એને તું અપવિત્ર ના કર
   ધરતીની માટી ખાલી કરી પોતાનું નાશ થાય એવા ભૂકંપને આમંત્રિત ના કર….

   કલમ સાથે
   નેહલ ચાવડા
   @shabdo_no_rankar_

 6. આજે આ સુંદર ધરતી ખિલખિલાય છે
  આજે બંધ દરવાજામાં માનવી અકળાય છે…

  આ સ્વાદિષ્ટ ભોજનની મજા માણનારા
  આજે ઘરમાં સાત્વિક ભોજન ખાય છે…

  આજે આ હસ્તો સૂર્ય ઝગમગાય છે
  આજે એ પ્રકાશ જોવા માનવી અંજાય છે…

  ખુલ્લા આકાશમાં શ્વાસ લેનાર માનવી
  આજે ઘરના બંધ ઓરડામાં સંતાય છે…

  આજે ધીમા સ્મિત સાથે વૃક્ષો ગીત ગાય છે
  આજે માનવીનો ઘોંઘાટ ઓછો સંભળાય છે…

  ઘડિયારના કાંટાની કિંમત ના સમજનારને
  આજે મોંઘા સબંધોની કિંમત સમજાય છે…

  કલમ સાથે
  નેહલ ચાવડા

  • બે સમયની રોટલી બનાવે માણસને મદારી રે
   આ ભૂખ પણ એટલી જ જબરી અનાડી રે…

   અઘરું છે, આ પેટે પણ તો રોજ નાચ લગાડી રે
   અઠવાડિયું લાગે કાઠું ને સામે આ મહામારી રે…

   ઉમીદ થઇ લંગડી લાંબા મહિનાએ ધીરજ ખૂટાડી રે
   આ અનાજના દાણાએ પણ તો હોહાકાર પુકારી રે…

   વિભાજનની વ્યથા અને અર્થવ્યવસ્થાએ આગ લગાડી રે
   મેં ઘણી રાત ભૂખ અને મહામારી સાથે ગળે લગાવી રે…

   મેં આ પગપાળા કરી જે આ ગામ તરફ દિશા વધારી રે
   આ બે સમયની રોટલી માટે જાન દાવ લગાડી રે…

   કલમ સાથે
   નેહલ ચાવડા
   @shabdo_no_rankar_(Instagram)
   #For our Labour union#

 7. પતંગિયાનેં જોઈતા ફુલનીં પરાગરજ મળી ગઈ,
  વરસતી રહી વાદળી ને ધરતીનેં ભીંજાવાનીં ટેવ પડી ગઈ,
  મજા જ મજા હતી જો આમ જ ચાલે,
  પણ તરસી છોડી જતી રહી વાદળી ને મોસમનોં પરવાનો દેતી ગઈ.

  – જયેશ

 8. તંત્રી શ્રી,
  હું એક ગુજરાતી કવિતા અને મારી તસ્વીર મોકલી રહ્યું છું. મને વિશ્વાસ છે કે તે તમને અને કવિલોક નાં બધ્ધાં પાઠકોને ગમશે
  દુ:ખી મનને સાંત્વના
  તિમિરમાં શુક્ર તેનું રાજ્ય કરે
  દોડાવી નજર દુ:ખી મન જુઓ અરે || પ ||
  બખ્તર તોડી આ મેદાનમાં
  તાજી ખુલી અને શુધ્ધ હવા માં
  દુ:ખી થઇ ગૂંગળાવે શાથી અંતર્મનમાં
  ભર લ્યો ઉડાન નાનકડી સી અરે ||૧ ||
  ટપકે ફૂલ મીઠું બને ફળ
  બીજ રહે ના ઝૂલે તરૂવર
  તેલ બળે બની જ્યોતિ ઝળહળ
  અમરત્વ મરણમાં વસે સાચી વાત રે || ૨ ||
  કેમ મૃત્યુ થી ગભરાવે છે
  હરિકૃપા લઇ જતું દ્વાર છે
  માતા તારી રાહ જુએ છે
  અંગીકરવા તમને વિસ્તૃત કરે || ૩ ||
  ….. કિશોર શેવડે
  .

 9. ” તું ને હું”

      માળા ગુંથતા મોતીની

        જમીનદોસ્ત થતા

           મોતીની પેઠે

                  તું

  ને નાખતાં કચરો કચરાપેટીમાં

    સૂપડીમાં થોડો રહી જાય

             એની પેઠે

                  હું

    છીએ આપણે બંને જૂજ

        પણ વિચારને બળે

   અભિવ્યક્તિ પામતા ખૂબ.

         – રવિ બી. પટેલ

  • *ફક્ત, માત્ર હું…*

   બારે મેઘ ખાંગા થયા,
   ઓહ સતત અનરાધાર.
   બે કાંઠે લો, ખળખળ
   વહે આ નયનસરિતા.
   ધસી રહ્યો છે ગાલ પર,
   જાણે નયનનીર સૈલાબ.
   સમણાં બધા ગરકાવ
   સદંતર ‘ને હૈયે, આ
   લાગણીઓ કરે આક્રંદ.
   તંત્ર સાબદું !!!!!
   કિંતુ, કિંતુ, કિંતુ….
   કયું !? કોણ !?
   હું અને !
   ફક્ત, માત્ર
   હું !!!!!!!

   ~ અતુલ દવે

 10. દીકરી

  દીકરી એટલે….
  કદીક….
  વૈશાખી ઊની બપોર તો કદીક…..
  શરદ પૂનમની શાંત
  શીતળ ચાંદની.

  દીકરી એટલે….
  કદીક….
  શિયાળાની સવારે
  પુષ્પની પાંખડી પરનું ઝાકળ તો કદીક…..
  ફરરર્ ફરરર્ વાતો
  વાસંતી વાયરો.

  દીકરી એટલે….
  કદીક….
  શ્રાવણની ભીની
  સાંજે આભે
  ઊભરાતું મેઘધનુષ
  તો કદીક…..
  ખળખળ વહેતી
  સરિતાનું સુરીલું
  સંગીત.

  દીકરી એટલે….
  સાગરની ભરતીએ
  કાંઠે ટકરાતું
  ઘૂઘવતું મોજું
  તો કદીક …..
  નિર્દોષ, નિખાલસ,
  માસૂમ મોહક
  પતંગિયું.

  દીકરી એટલે….
  એક કાંકરીચાળે
  સરોવરમાં ઉઠતાં
  તરંગ,
  તો કદીક…..
  હાથની બંધ
  મુઠ્ઠીમાં પકડેલી
  રેત.

  ~ અતુલ દવે

 11. INTERVIEW

  ઓળખાણ આપતાં જ ફાડી રહેલાં ડોળાથી,

                 નિહાળતાં એ દેડકાં,

        શબ્દ પકડી મનને ભેદવા મથ્યા કરે.

        પોતે જીવેલા વિચારને વળગી રહી,

        પ્રતિધ્વનિને પોતાના ત્રાજવે તોળી,

               માપી શકતા એ દંભીઓ,

      ભારહીન શબ્દોથી વિચાર કેરુ મૂલ્ય,

                   ને દોરી શકતા એ,

            ગ્રેવિટીહીન વ્યક્તિત્વનું ચિત્ર.

                    – રવિ બી. પટેલ

 12. જીવન માં પ્રથમ પગલું ભરવાની શરૂઆત થાય છે અહીં..,
  સરખામણી તો પડછાયા સાથે જ સરુ થઈ જાય છે.
  પ્રથમ પગલું માંડ્યું જીવન નું એ તો દૂર રહ્યું…,
  થોડુક લંગડાયો એના ગાણાં ગવાઈ જાય છે.
  હ્રદય થી હૃદય ની સરખામણી મારા થી થઈ જાય છે ..,
  અહીં માણસ ને માણસ થી જ સરખાવાય છે.

  થઈ ગયો લાગણી નો ફુવારો મારા થી અહીં..,

  આ તો મૂરખ માં ખપાવા ની વાત થઈ જાય છે.

  લાગણી ને લાગણી થી ક્યાં સબંધ છે અહીં..,

  પ્રેમ ના એ ત્રાજવા તોલાઇ જાય છે.

  સરખામણી ના તોલે સબંધ ક્યાં સચવાય છે અહીં..,

  જીવન ની પ્રત્યોગીતા સર્જાઈ જાય છે.

  જીવન નું અંતિમ પગલું ભરવાનું છે અહીં..,

  આ તો મડદા સાથે ય સરખામણી થઇ જાય છે.

 13. કેવી હશે વિવશતા કલ્પી શકે છે તું પણ,
  હોવા છતાં ન હોવું, સમજી શકે છે તું પણ.

  છલકાય છે ભલેને આ રિક્તતાની પ્યાલી,
  એમાં અભાવ તારો રેડી શકે છે તું પણ.

  આજે ય છે યથાવત મારા બધાય પ્રશ્નો,
  આજે ય સૌની માફક ટાળી શકે છે તું પણ.

  પાણીથી પાતળી હું વેચું છું શક્યતાઓ,
  પોસાય જો તને તો વહોરી શકે છે તું પણ.

  હમણાં ભલે કરે છે તું થાકનો અભિનય,
  ક્યારેક સાવ સાચું હાંફી શકે છે તું પણ.

  લખવું જે હોય છે એ હું ક્યાં લખી શકું છું!
  ક્યાં વણલખેલું મારું વાંચી શકે છે તું પણ!

 14. જિંદગી નુ ગણિત

  ક્યાંક સરવાળો તો ક્યાંક બાદબાકી એ તો ચાલ્યા કરે..
  પણ જિંદગી ની ગણતરી માં ક્યાં કેલ્ક્યુલેટર મળે?
  પ્રમેય પોતે જ પોતાના બનાવવા પડે..,

  ક્યાં ભાગવું ને ક્યાં ગુણવું એનું તો સોલ્યુશન જ ન મળે;
  એકલા શૂન્ય ની કોઈ કિંમત નથી એવું શીખ્યા..,

  જિંદગી ના ગણિત માં શૂન્ય માંથી સર્જન નીરખ્યા;
  એટલે તો હવે લાઇબ્રેરી વિખેરવા નીકળી પડ્યા..,

  અરે, આ તો જિંદગી ના ગણિત નું પુસ્તક કયા થી મળે?
  જિંદગી ના ગણિત ના પુસ્તક નું સર્જક પોતે જ બનવું પડે;
  દુઃખ નો ચાપ માપી ને સુખ નો ચાપ માપવો પડે.
  અદેખાઈ ની પહોળાઈ સાથે લાગણી ની લંબાઈ સરખાવી પડે
  જીવન ના સૂત્રો હ્રદય માં કંડારવા પડે..,

  અનંત ને અંત આપી અચાનક ફાઈ(ખાલી ગણ) બની જવું પડે;
  આમ, જીવન ના ગણિત નું શિક્ષક ખુદ બની જવું પડે.

 15. તુ ને તારી વાતો….
  સદાય સાથે રહેશે….
  કદીયે ના ભુલાય એવી વાતો…
  તુ ને તારી વાતો….

  કેમ જાણે તુ મન માં વસી ગયો
  કયારે મન માં ઘર કરી ગયો
  ઘણુય રોકયુ
  ઘણુય ટોકયુ
  પણ એને તો ગમતી બસ
  તુ ને તારી વાતો…..

  તારી સાથે ની એ મીઠી પળો ને
  જ વાગોળયા કરતી
  દરેક જગ્યા પર તને જ શોધતી
  ખબર હોવા છતા કે તુ નથી મળવા નો.
  છતાય યાદ આવતી બસ
  તુ ને તારી વાતો…..

  મારા મન માં કોણ હતુ ને
  કોની હતી વાતો
  એ હુ જ નહોતી જાણતી
  પણ બસ યાદ આવતી
  તુ ને તારી વાતો….
  તુ ને તારી વાતો…..

  ક્રિષ્ના મોજીદ્રા
  29/7/2019
  સોમવાર

 16. 18 જુલાઈ પ્રતિયોગિતા શબ્દ ➖ આરાધના
  *ગ્રુપ ગૌરવ વિજેતા*
  🏅 🏅 🏅 🏅 🏅 🏅 🏅 🏅

  અક્ષર અર્ચના થી
  અક્ષર આરાધના સુધીની
  સફર એટલે કવિતા
  શબ્દોને સાધનમાંથી
  સાધના બનાવવાની
  સફર એટલે કવિતા
  શબદ શબદ કાજે
  સાબદા રહી કલમથી
  નીતરવા ની સફર એ કવિતા
  શબ્દોના મર્મ સમજવાથી
  શબ્દના શણગાર સુધીની
  સફર એટલે કવિતા
  શબ્દોનો સાદ સુણી
  શબ્દની સમાધિ સુધી ની
  સફર એટલે કવિતા

  નારદી પારેખ ——મુંબઈ

 17. કંઇક લખવા કલમ ઉઠાવું ને ત્યારે , શબ્દોના દરિયામાં ડૂબી જાઉં છું.

  કંઇક બોલવા હું અવાજ ઉઠાવું ને ત્યારે , મૌનની ધારામાં વહી જાઉં છું.

  વાસ્તવિકતામાં પ્રવેશ કરવા આંખ ઉઘાડું ને ત્યારે , કલ્પનાની દુનિયામાં સરી જાઉં છું.

  પાંખડીઓ નો રંગ જોવા ફૂલ ઉઠાવું ને ત્યારે, ફૂલોની મહેક માં ખોવાઈ જાઉં છું.

  મારા શબ્દોને હું ‘ લાજવાબ ‘ લખું ને ત્યારે , બસ બે પળ માટે ખુશીથી મલકી જાઉં છું.

  લિ. ચાંદની સત્યદેવ

 18. ….एक अजनबी रिश्ता बना गया.

  મેरे प्यार के बगीचे मै , एक भँवरा आ गया.
  जिसने मुझे चूच्मा ,और मेरी फोरम ले गया
  मेरे हो़ठो पै ,ऊसके प्यार की मीठास छोड़ गया
  ……………..एक अजनबी रिश्ता बना गया.

  मेरे दिन का चैन ,रातो की निंद ऊडा ले  गया.
  मेरी कजरारी आंखो मेै, हजारो सपने सजा गया.
  दिल मै एक अनजाना ,प्यारा सा अहेसास दिला गया.
  ………………………एक अजनबी रिश्ता बना  गया.

  ऊसकी नशीली आंखो नै ,मुझे नशीला बना दीआ.
  ऊसकी बचपनी बातो नै मुझे ऊसका दीवाना बना गया.
  न चाहते हुऐ भी मेरे प्यार का एजहार करा गया .

  …………………….एक अजनबी रिश्ता बना  गया.

  मेरे दिल की दिवारो पै,ऊसकी तसवीर लगा गया.
  धडकनो को तेजी से , धडकना सिखा गया.
  जिस्म के रोम रोम मै, ऊसका प्यार समा गया.
  …………………….एक अजनबी रिश्ता बना गया.dipikarathod

 19. ક્યારેક મળીશું તો’, જી, ભરીને એકબીજા ને દેખીશુ, 

  ‘ક્યારેક મળીશું તો’,આંજણ આંજેલી આંખો થી તમને ઘાયલ કરીશું,

  ‘ક્યારેક મળીશું તો’,પાંપણો ના પલકારો ના ઈશારે વાતો કરીશું

  ‘ક્યારેક મળીશું તો’,દિલ ની ડેલી પર તમને બેસાડી,પ્રીતરૂપી  વરસાદ વરસાવશું,

  ‘ક્યારેક મળીશું તો’ ,મન ને મલકાવી તમને છેડી જાશું,

  ‘ક્યારેક મળીશું તો’ , હૈયા પર હાથ મૂકી ધડકનો ને ગણીશું

  ‘ક્યારેક મળીશું તો’, પ્રેમરૂપી રંગ થી અંગઅંગ ને રંગીશું,

  ‘ક્યારેક મળીશું તો’,ગુલાબી હોઠો થી તમારા હાથો ને ચુમી શું, 

  ‘ક્યારેક મળીશું તો,’ હાથો માં હાથ પકડી સ્વપ્નો માં જઈશું,

  ‘ક્યારેક મળીશું તો’, મીઠી વાણી થી તમારા મન ને વારી  જાશું,

  ‘ક્યારેક મળીશું તો’, શરમ ના પડદાઓ ખોલી એકબીજા માં ભળીશું,

  ‘ક્યારેક મળીશું તો,’ હું ‘અને ‘તું ‘નહીં પણ, ‘આપણે ‘ બનીશું.

  dipika rathod

 20. વરસાદની વાત કવિતા વગર ન થાય!

  આ પાગલ — ઠેકાણા વગરના વાદળો!
  છુપાતા છવાતા કાળા ડીબાંગ વાદળો!
  કોઇને મળવા જતા હશે?
  કે કોઈને મળીને પાછા આવતા હશે?
  મળવા જવાની તડપ ને મળ્યા પછીની તરસ!
  જાણે કદાચ એટલે જ,
  આટલું મન મુકીને વરસતા — આ ઘેલ ગર્જીલા વાદળો!
  સાંબેલાધાર કે ઝરમર, ગાજવીજ કે ફરફર,
  વ્હાલી ધરાને સૌપ્રથમ વાર સ્પર્શી ભીંજવી,
  સ્રૃષ્ટીને તરબોળી શીતળ ઠંડક આપતા હશે!
  આ પાગલ — વરસતા વાદળો!

  — નિકુંજ ‘પ્રતિબિંબ’

 21. નજરોનાં હરણાં
  ——————
  નજરોનાં હરણાં કદી-કદી તો તને શોધવા આવે છે

  એ તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?

  લાગણીઓથી છલી પડેલા સરોવરો પર,

  મર્યાદાનાં પાળા ભલેને ચણાઈ ગયા;

  તારા નામે કાંકરીચાળો કોઈ કરે તો,

  યાદોનાં વારિ નયન હજી છલકાવે છે! એ તો કહે…

  નથી હવે એ આમ્રકુંજ ના બાગ-બગીચા,

  મુરજાયેલી ભાવના સુકી ભઠ્ઠ ભલે ને;

  વિરહનાં તાપે ખરી રહેલી કોમળ કળીઓ,

  નામ સાંભળી તારું, મોં મલકાવે છે! એ તો કહે…

  તારા સાથની આશનાં વાદળ આઘા છો ને,

  કુરંગ નજરોનાં જરા એમ તો જીદ્દીલા છે;

  વિછોહી મનનાં દુઝી રહેલા ઘા ને કોરી,

  ખુદનાં શોણે મનની પ્યાસ બુઝાવે છે! એ તો કહે…

  તને શોધતાં હરણાંઓની ઇહા ફળે ને,

  વગડે ભમતા તારો કદીએ સાથ મળે તો;

  કંટક વચ્ચે ગુલછડી કેરી આરત સાથે,

  હજુ તો હરણાં વિષાદને હંફાવે છે!

  હવે તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?

  *વારિ = પાણી, કુરંગ = હરણ, વિછોહી = વિરહથી પીડાતા, કોરી = કોતરીને,
  શોણ = રક્ત, ઈહા = ઈચ્છા, આરત = આશા, વિષાદ = નિરાશા

  – Swati Joshi.

  Originally Published at – https://swatisjournal.com/gujarati-poetry/

  Hope that you all wonderful poets and readers would like it.
  Thank you.

 22. આપણે તોહ ખુશ…. આ પહેલા વરસાદ ના ઝાપટા મા ….
  મન થી પલળી ને આવ્યા કે બસ આપણે તોહ ખુશ …

  આપણે તોહ ખુશ ….આ ભીની માટી ની સુગંધ મા ,
  શ્વાસ મા ભરી આવ્યા કે બસ આપણે તોહ ખુશ …

  આપણે તોહ ખુશ …આ શમી સાંજે વરસતા વરસાદ મા એક પુસ્તક સાથે ..
  હવા ઓ ની ખુશ્બુ મા કૈંક કેટલી ઈચ્છા ઓ ને મળી આવ્યા …કે આપણે તોહ ખુશ…

  હેમીના શાહ
  ભીંસરા
  10/6/19

  • દોસ્તી સાલી થોડી વધી ગઈ અને વરસાદમાં જરાક ભીની થઇ ગઇ
   સાથે હતા ને વરસ્યો મેઘ એમાં નિકટતા વધી ગઈ
   આમ તો અમને સબંધની ખબર ના પડે પણ તોય એકમાંથી બે થઈ ગઈ
   એકબીજાને પૂરતા જોઈ શકે છે ને છતાંય એકબીજામાં અંધ થઈ ગઈ
   દોસ્તી સાલી થોડી વધી ગઈ અને વરસાદમાં જરાક ભીની થઇ ગઇ !

   #Hemina Shah

  • *હું ચાહું છું તને કારણ કે મને તારી વાતો ગમે છે,*

   *વાત વાતમાં ગુસ્સે થવાની તારી આદત ગમે છે,*

   *બહુ બોલે ત્યારે તને સાંભળવું ગમે છે,*

   *અને મૌનમાય તારા મુખના હાવભાવ ગમે છે,*

   *આંખોનું અમૃત અને અધર ની મીઠાસ ગમે છે,*

   *હૃદયના રણઝારતા ધબકારમાં પ્રેમની ભાષા ગમે છે,*

   *ખબર છે નથી પામી શકવાનો તને છતાં તું ગામે છે,*

   Mr. Vilash Chaudhari

 23. *બરકત વિરાણી* ની એક
  સુંદર રચના…
  👌👌👌👌👌

  *શમણાઓ વિહોણી રાત*
  *નથી ગમતી મને,*
  *માણસાઈ વિનાની વાત*
  *નથી ગમતી મને…*

  *આપણી સામે અલગ ને*
  *લોકો સામે અલગ,*
  *બદલાતા માણસની જાત*
  *નથી ગમતી મને…*

  *અમુલ્ય જીવનની ક્ષણોને*
  *કેમ વેડફી નાખું.?*
  *દુનિયાની ફાલતુ પંચાત*
  *નથી ગમતી મને…*

  *પરિશ્રમનો પરસેવો*
  *સુકાવા નથી દેવો,*
  *દોડતા રહેવા દો નિરાંત*
  *નથી ગમતી મને…*

  *જેમને મળીને કંઈ પણ*
  *શીખવા ન મળે,*
  *એવા લોકોની મુલાકાત*
  *નથી ગમતી મને…*

  *જે પણ કહેવું હોય તે મારા*
  *મોઢા પર કહો,*
  *સંબંધોમાં ઝેરની સોગાત*
  *નથી ગમતી મને…*

  – *બેફામ.*

 24. તારા આવવા ની આહટ થવી ,
  તારા આવવા ના પગલાં ભાસવા.
  તારી સાથે મુલાકાત થવી,
  આવું પણ ક્યારેક થવું.

  ક્યારેક વરસાદ માં
  મન ને ભીંજાવું
  તારી સર ઓળખાવી
  આવું પણ ક્યારેક થવું.

  તને સ્પર્શતા આવેલી
  સુગંધ રાત્ર મહેંદી ની,
  મને સ્પર્શી ને રંગાવી
  આવું પણ ક્યારેક થવું જોઈએ.

  જયારે આવીશ તું મારી પાસે
  મંદ પડવું ચંદ્ર તારા એ,
  આકાશ એ સમય સાંભળવો
  આવું પણ ક્યારેક થવું.

  તારા મારા વચ્ચે ની મેફિલ
  તારા મારા માં ખોવાવી,
  અને કોઈ પણ હેરાન ન કરે
  આવું પણ ક્યારેક થવું.

 25. નામ :- ચિંતન સોહેલિયા
  મો :- 7043012916
  ગામ :- પડધરી, તાલુકો :- પડધરી, જીલ્લો :- રાજકોટ

  હું એકલો
  —————-

  બહાર નિકળવાનો મારગ ન મલ્યો ,
  મારી ચોમેર છે દુઃખોનો દરિયો,
  દુઃખોના દરિયાની વચ્ચે હું એકલો .

  કોઇ પણ સભ્ય મારા દર્દથી ન દાઝ્યો,
  ઘરમાં દરેકે મારો જ દોષ કાઢયો,
  કુટુંબ કબિલાની વચ્ચે હું એકલો .

  સગા સૌ સ્વાર્થના કામ ન લાગ્યા,
  મારો કષ્ટ જોઇને જ દૂર ભાગ્યા,
  સગા – વ્હાલાની વચ્ચે હું એકલો .

  વ્યથા સમજે એવા માનવ ન રહ્યા,
  મારી દશા જોઇને સૌ કોઇ હસ્યા,
  માનવોની મેદની વચ્ચે હું એકલો .

  સંસારમાં મને હવે મોહ ન રહ્યો,
  સાધુ બનીને આખા વિશ્વમાં ફર્યો,
  દેશ ને દુનિયાની વચ્ચે હું એકલો .

  જીવનથી થાકી હું મૃત્યુને ભેટયો,
  મૃત્યુને ભેટવા સમાધિએ બેસ્યો,
  જીવન ને મૃત્યુની વચ્ચે હું એકલો .

 26. મોબાઇલ કે મેલ

  મોબાઇલ સાથે માનવ બની રહ્યો છે મોબાઇલ;
  કાન પૂમડાંથી બંધ ને આંખે ચશ્માં છે સ્ટાઇલ.

  સ્ટેટ્સના ફોટો પર ચાહકોની છે લાંબી લાઇન;
  ફેમસ થવા ખોવાઇ છે ચહેરાની સાચી સાઇન.

  હસતો ચહેરો ડિજીટલ યુગથી ગયો છે અંજાઇ;
  ચિરાગના તળે અજવાશની જેમ ગયો છે સંતાઇ.

  ગમે તેટલું શોધો ન મળશે તે ચહેરો ખોવાયેલ;
  કારણ આજની પેઢી છે મોબાઇલમાં ખાબકેલ.

  મોબાઇલ પૈસાની માફક બન્યો છે હાથનો મેલ;
  સાફ કરી કરીને થાકો પણ મગજમાં છે જામેલ.

  — ચિંતન માધુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s