કવિલોક એ ગરવા ગુર્જરજનોનો ગુજરાતી બ્લોગ છે. એનો એક્માત્ર આશય આપણી માતૃભાષા ગુજરાતીને ઇંટરનેટના માધ્યમ દ્વારા પ્રચલિત અને પ્રચારિત કરવાનો છે. આજના ગ્લોબલ ગામડે ગલીએ ગલીએ ઘુમતા ગુજરાતી ચાહકોને ‘કવિલોક’ માં પધારવા અને એના સહિયારા વિકાસમાં ભાગીદાર થવા અમો અંતરભીનું આમંત્રણ પાઠવીએ છીએ.
આપના પ્રિય કવિ, જાણીતા હોય કે ફ્કત તમારા પરિવાર કે મિત્રમંડળ કે તમારા સુધી સીમિત હોય, તો અમને તેમનો થોડોક પરિચય અને બે-ચાર રચનાઓ કોમેન્ટરૂપે મોકલાવી આપી આ બ્લોગ પર પોસ્ટ કરવા ‘કવિલોક’ નમ્ર અરજ કરે છે.
There are two ways to submit your poems to share with other Gujarati poem lovers.
1) You can visit us on Facebook- at http://www.facebook.com/kavilok and post your poem there. This way you will be able to see comments and get to know people who like your work.
Or
2) Please submit your poems or poems of your favorite poets in the COMMENT box below. If you also want to get involved with Kavilok and contribute towards promoting Gujarati poems/poets, please let us know. Let us together give Gujarati poets/poems their due respect they deserve on the World Wide Web.
The publisher disclaims any liability, loss or damage incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the contents.
Thank You.
રહો પ્રકૃતિ સંગાથે…
પ્રભાતે ગાતા મીઠાં ગીત, પંખીઓ સંગ રહેતી પ્રીત,
બનાવી પ્રકૃતિ પ્રભુએ લીલી નાઘેર, રહેતાં સંગાથે વધે હેત.
ધરતીમાં વસે સાગર, ગગનમાં સૂરજ ચાંદ નું નગર,
મંદિર મસ્જિદમાં ભગવાન, કુદરત સંગ રહેતાં વધે માન.
માનવ સંગ માનવનો સાથ, પશુ પંખી કરે ધરા મહીં વાસ,
પંખીને નહીં સત્તા નહીં શ્રમ, સુખ શાંતિ માં મળે વિશ્રામ.
રૂપ રંગે રંગાઈ મોસમ, ઝળહળે ફાગણ માં કેસુડા,
જાણે ખીલતા ગુલાબ નું ચમન, કરી દર્શન ધરાય મન.
ચોમાસે આવે વરસાદ, ધરતી થવા લીલોતરી પાડે સાદ,
વર્ષા છલકાવે નદી સરોવર, માટીની ભીની સુગંધ માણે નર.
ઉમંગી રસ રંગી છે દુનિયા, “ગૌરવ” વધારવા કરે રાસ રસૈયા,
રહો ચાંદની સંગ ઘડવૈયા, જીવન સફર માં ન રહે લડવૈયા.
જી.એસ.વાળા…. “ગૌરવ”…
************************************
રંગ દઈ ઠપકારો, તમારી પરોણાગતમા કસર નથી
બંધાણી છો તમેં તો જૂના ને મને કોઈ વ્યસન નથી
Jayu_wala
ફૂલોની સુગંધ ફરી વળી છે આખા વનમા
કોઈ માળીને કહેજો મોહ ન રાખે ધનમાં
Jayu_wala
આપણા પર મુકેલા ભરોસાનું જતન કરીએ
આપણે તેના જ હૈયાને માદરે વતન કરીએ
Jayu_wala
આત્મસમર્પણ ન થાય તો તૈયાર રેજો લડાઈ કરવા
હું લાગણીઓનું દળકટક લઈ આવું છું ચડાઈ કરવા
Jayuwala
સમયસર વાળી લ્યો ઉચ્ચારેલ શબ્દો આવેગમા
નથી મજા અવરમાં એ મજા છે વાણીના વિવેકમા
Jayu_wala
નથી કોઈ તૃષ્ણા કે નથી કોઈ જાજી આશા
આ હૈયાને તો એકજ વ્હાલી વિવેકની ભાષા
Jayu_wala
હું તારા નફરતના ઈરાદાને બે-હાલ કરું
વ્હાલથી પણ વધુ વાલમ તને વ્હાલ કરું.
Jayuwala
મદિરા હોઈ કે પ્રેમ એ કેફ બધા ઉતરી જશે
એક દી ‘તમારા સજ્જનો તમને વિસરી જશે
✍️jayu wala
પ્રણયના ફાગ આવ્યા છે દિલના ઝાડવે
લાગે છે બાળપણ ગયું મરણના માંડવે
Jayuwla✍️✍️
જીવ્યા છી ભૂતકાળમાં એના અબરખા નથી જતા
હવે પહેલાની જેમ દિવસ બધા સરખા નથી જતા
ઋતુ પ્રમાણે વાતાવરણ તો સૌને વ્હાલું લાગે છે
કોણ ફરિયાદ કરે, હિમાલય પાસે તડકા નથી જતા
કોઈ દરદ હોઈ તો દવા કરાવીએ, પણ આનું છું
મરવાનું છે બધાને છતાં મોતના ફડકા નથી જતા.
Jayuwala
હવે તો તું બંધ કર રોજે પુંજવાના પાણા
તારાને મારા નામના ખવાણા ગોર ધાણા
છુપાઈ છુપાઈને મળ્યા એ ગયા વાણા
નજીક આવ્યા છે લગનના મંગળ ટાણા
પ્રતીક્ષા પુરી થઈ ને કાને પડ્યા ફટાણા
માંડવે આવતા ઘૂઘટમા વાલમ દેખાણા
Jayuwala✍️✍️✍️
કસુંબલ આંખમા મેં નિત નવલા રંગ પૂર્યા
તમને હૃદયમા વસાવી પ્યારા પ્રીતમ ધાર્યા
અમસ્થો નથી ઘાયલ હું, છે કોઈ શિકારી
જેણે કાતિલ અદાથી, પ્રેમના બાણ માર્યા
મુલાકાત પહેલી ને રોમ રોમ સળગતું હતું
પ્રેમભરી નજર ફેરવી ને મારા લોચન ઠાર્યા
Jayuwala✍️✍️
ગીત
શીર્ષક:-મારા અંબોડે મોગરોને જુઈ.
સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ,
મારા અંબોડે મોગરોને જૂઈ,
સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ.
કેટલાય વરસોથી સાચવીને રાખ્યો છે
છાતીમાં ડીંડલિયો થોર,
પંડ્યમાં ખૂચે છે કોઈ ઈચ્છા અજાણ,
અને અંગ અંગ પ્રસરે છે તોર,
હડિયું કાઢે છે સૈઈ ગમતીલો આદમી
મળી એનામાં ખોવાઈ ગઈ.
મારા અંબોડે મોગરોને જૂઈ.
ઉંબરની માલીપા ધરબેલી ઈચ્છાઓ
પહેલા વરસાદ ટાણે જાગે,
મધમીઠો સથવારો સાહીબાનો
હળવેથી કમખામાં લાગે.
મેડી પર સૂતી ઝરુખડાને ઝાંકુ
ને ઝાંકુ છું વાલમને સૈઈ.
મારા અંબોડે મોગરોને જુઈ.
ઘનશ્યામ
નર્મદા
તા:-06/10/22
Sacha Sathni Shodhma
Jyarthi Niklyo Hu
Jag Akhu Farta
Ante Malyo Hu
સાચા સાથની શોધમા
જ્યારથી નિકલ્યો હુ
જગ આખુ ફરતા
અંતમા માલ્યો હુ
ખુલ્લું આકાશ*
હું ને તું વચ્ચે વાત જગજાહેર છે,
ના બન ક્ષિતિજ, આ આગંતુક કોણ છે?
હોય વ્યવહાર તો અશેષ તૈયાર છે,
બાકી અહીં ક્યાં અપરિચિતની ભરમાર છે?
વટેમાર્ગુ સઘળાં અહીં રસ્તા જગજાહેર છે,
પૂછવું નથી નાહક હૃદયમાં શું સ્થાન છે?
વિરાટ આ વિશ્વ સાકાર નિરાકાર છે,
“રાહી” બંધન નહીં હૃદય ખુલ્લું આકાશ છે.
✍ કેતનકુમાર કાંતિલાલ બગથરિયા”રાહી”