આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem

કવિલોક એ ગરવા ગુર્જરજનોનો ગુજરાતી બ્લોગ છે. એનો એક્માત્ર આશય આપણી માતૃભાષા ગુજરાતીને ઇંટરનેટના માધ્યમ દ્વારા પ્રચલિત અને પ્રચારિત કરવાનો છે. આજના ગ્લોબલ ગામડે ગલીએ ગલીએ ઘુમતા ગુજરાતી ચાહકોને ‘કવિલોક’ માં પધારવા અને એના સહિયારા વિકાસમાં ભાગીદાર થવા અમો અંતરભીનું આમંત્રણ પાઠવીએ છીએ.

આપના પ્રિય કવિ, જાણીતા હોય કે ફ્કત તમારા પરિવાર કે મિત્રમંડળ કે તમારા સુધી સીમિત હોય, તો અમને તેમનો થોડોક પરિચય અને બે-ચાર રચનાઓ કોમેન્ટરૂપે મોકલાવી આપી આ બ્લોગ પર પોસ્ટ કરવા ‘કવિલોક’ નમ્ર અરજ કરે છે.
There are two ways to submit your poems to share with other Gujarati poem lovers.
1) You can visit us on Facebook- at http://www.facebook.com/kavilok and post your poem there. This way you will be able to see comments and get to know people who like your work.
Or
2) Please submit your poems or poems of your favorite poets in the COMMENT box below. If you also want to get involved with Kavilok and contribute towards promoting Gujarati poems/poets,  please let us know. Let us together give Gujarati poets/poems their due respect they deserve on the World Wide Web.

The publisher disclaims any liability, loss or damage incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the contents.

Thank You.

Advertisements

1,304 Comments

 1. ગોંડલીયા દિનેશ પીતામ્બરદાસ ( દિનેશ બાપુ ) ગામ.ચિત્રવાડ(ગીર) તા.તાલાલા.જી.ગીર સોમનાથ મોં.9638840776

  (NO.1).

  જેઠ વદ તેરસ ના તોરણ બાંધ્યા,
  ઉકળતી ધરાને તીરાળે તીરાળે પાણી સાંધ્યા.

  જગતાતે ઇષ્ટ આશા કરી નીત મસ્તક નમાવ્યા,
  અષાઢે આગમન સાથે કોહરામ મચાવ્યા.

  નથી આ મહેરબાની કુદરતની કે ભાગ્યનું ભાથું,
  છે અવિરત ચાલતું માનવ કેરી જાત ના પાપ નું પાણી.

  મન મૂકી વરસ્યો જળબંબાકાર સાંબેલાધાર,
  છે આ નિયતિ ની ચીમકી અને પ્રકોપ નું પાણી.

  નગર નગર ધર્મના નાતના ને જાતના ધિંગાણાં,
  પશું બનેલા જીવને સચેત કરવા આવ્યુ કાળ નું પાણી.

  તુ સંકેલી લેજે માનવી તારા પાપકર્મ ની ઝાળી,
  તારા કારણ સૃષ્ટિ ઉપર ફરીવળશે અવિશ્વાસનું પાણી.

  નવસર્જન ના નામે ઠગ બનેલા દાનવ જેવાં માનવ,
  થાજે થોડો શર્મસાર પ્રસરાવ તુ પ્રેમ નું પાણી.

  કુટિલતા વ્યભિચાર અભિમાન છોડી દે મનવા,
  ભીતરની શુદ્ધિ માટે નીલકંઠે ઉતાર્યું જટામાંથી ગંગાનું પાણી.

  સમજીલે સમય ના દ્રષ્ટાંતો,”જો મનથી બને તું સાધું”
  વરસાદ,દરિયો,સમુદ્ર,કે નઈ નડે તને કોઈ ના મુંછનું પાણી.

  કરીલે સ્વજન થી પ્રેમ ભેળું કરીલે અખૂટ કર્મ નું પુણ્ય,
  તારશે મારશે કે ઉગારશે તને તારા જ કર્મોનું પાણી.

  વૃક્ષે વીંટાયેલા વેલાં સમાન જીવન સંસાર છોડું કેમ,
  એટલે જ શબ્દ ના તીર મારે છે આ ગીર નું પાણી.

  written by.દિનેશ બાપુ

  NO.2
  પાંદ પણ ખરી ગયા રાહ જોઈને તારી, પણ તને ક્યાં શરમ છે,
  કહે છે નાના બાળ મેઘો આવશે મેઘો આવશે પણ એ તો એનો ભરમ છે,
  જતો રહ્યો જૂન તો પણ તું હજી કેમ નરમ છે,
  ના પાડે છે લોકો તો પણ અમે તને પૂજીએ છીએ કારણ કે એ અમારો ધરમ છે,
  તોય તું નથી વરસતો આટલો તને શાનો ઘમંડ છે ?
  પ્રાકૃતિક કાર્યો અટકી ગયા સમય લાગે છે વિષ સમાન,
  ધરા થઈ ધખધખતી પણ શુ થાય આ તો ભાઈ કળિયુગ ના કરમ છે,
  આંટા મારે છે પાણી ભરેલા વાદળો કંટવાવ થી ઝંખવાવ અને ઝંખવાવ થી કંટવાવ,
  ઉપર જોઈને એવું લાગે કે હમણાં આવશે પણ બાપ એ હજુ એ અમારો વહેમ છે,
  જો હવે છેલ્લી વખત કવ છું આવી જા બાકી અમે ભૂખે નઈ મરીયે,
  કેમ કે ઠેક ઠેકાણે અમારા સાધુડા ના અન્નક્ષેત્ર આશ્રમ છે,
  પણ દોસ્ત ખરેખર જરૂર છે તારી, તારા આગમન વિના સૃષ્ટિ ખતમ છે,
  અધીરો બની વિનવે છે તને આ ધરતી પુત્ર જો હવે તું નઈ આવે તો તને ધરતી માતા ની કસમ છે.

  written by.દિનેશ બાપુ

 2. એટલું સસ્તું પણ મારું સ્વમાન નથી,
  ખુમારી છે આ મારી , એ ગુમાન નથી,

  શીશ નથી જુકાવતો કદી તારી કને,
  એ મારી ફિતરત છે , અભિમાન નથી…

  ઓળખી લઉં જાતને તોય છે ઘણું,
  વન છું લીલુંછમ્મ , રણ વેરાન નથી,

  લડી પડું છું વાતે વાતે દુનિયા સાથે,
  એવું નથી કે મને એનું ભાન નથી..

  તકવાદી છે અહિં ધર્મ સઘળાં,
  ને બોલબાલા છે બસ દંભની,

  એટલે તો તારા દરબારમાં ઈશ્વર,
  મારું કશેય કોઈ સ્થાન નથી…

  -સ્તબ્ધ
  કૌશલ શેઠ

 3. આમ પણ ઘટે છેને એમ પણ ઘટેછે,
  કયાંક વધે છે જીંદગી, ક્યાંક ક્ષણ ઘટે છે,

  તકલીફ છે એટલી કે ‘તકલીફ નથી કાંઈ’,
  તોય આંસુ રોકવા પાંપણ ઘટે છે..

  નજર તો સુધારી લીધી છે ક્યારની,
  આંખને તો બસ જરા આંજણ ઘટે છે..

  શતરંજમાં જીવનની ઊંટ છે ઘણાં ,
  પણ એને ચાલવા અહિં , રણ ઘટે છે,

  દેખાય છે સુખી બધા જ અહિં તોય,
  કીડીને કણ , ને હાથીને મણ ઘટે છે,

  નિતીશાસ્ત્ર રહી ગયું છે નામનું હવે,
  સઘળે જગતમાં તેનું આચરણ ઘટે છે,

  જીંદગીએ ઘા ઝીંક્યા છે આજ સુધી,
  હવે વારો આપણો છે, તો ઘણ ઘટે છે,

  કહે છે સૌ કણકણમાં તું છે ઈશ્વર ,
  તો મને લાગે છે કે બધે કણ ઘટે છે,

  માની લઉં તારા વજૂદને હમણાં જ હું,
  પણ એમ કરવા મને કારણ ઘટે છે….

  સ્તબ્ધ
  કૌશલ શેઠ

 4. कोशिश हे पहली बार खुद कुछ लिखने की,
  मिली खुद सेही प्रेरणा कुछ लिखने की… ब्रिझ पटेल

  – रुठा तो इस कदर था आपसे,
  की नहीं बोलनाथा एक लब्ज़ भी आपसे
  – सोची नही थी इस कदर दूरी होगी आपसे,
  की मिलना तो दूर बात भी नही होती थी आपसे

  -दूरिया ही लानी थी एसी हमसे आपको,
  तो सोचना था हमसे दोस्ती करने से पहले आपको
  -कहते है दोस्ती मे रुठना मनाना तो होता हे जरुर,
  आया एक दिन एसा की मिलना हूआ आपसे जरुर
  -याद करो दोस्तो हमतो थे बहूत उनसे रुठे,
  सच कहु तो पड गए थे हम जूठे
  – क्या बताए दोस्तो मे..
  – ये जालीम,
  -उनके जिस्म की खुश्बु ही हमे उनकी ओर ले गई…
  -उनके होठो की हलकी मुस्कान ही मनाके ले गई…
  (मुस्कान_1) WRITER- BREEZ PATEL(BRIJ)

 5. હા મોસમ છે
  એ ખરું પણ,
  આ અવિરત આટલું
  અનરાધાર કેમ વહે છે !
  અરે ! તમે શું સમજ્યા !
  હું તો આ
  અશ્રુઓની વાત કરું છું.
  કદાચ,
  સંઘરીને રાખી’તી યાદો જેમાં
  એ પોત સંયમનું
  ક્યાંક પાતળું પડ્યું હશે.

  ~ અતુલ દવે

 6. દિકરી એટલે……

  દિકરી એટલે
  કોઈક વૈશાખી
  ઊની બપોર તો કદીક…
  શરદપૂનમની
  શાંત શીતળ ચાંદની.
  દિકરી એટલે
  શિયાળાની સવારે
  પુષ્પની પાંખડી
  પરનું ઝાકળ તો કદીક…
  ફરરર્ ફરરર્ વાતો
  વાસંતી વાયરો.
  દિકરી એટલે
  ભીની ભીની સાંજે
  પૂર્વાકાશનું મેઘધનુષ
  તો કદીક…
  ખળખળ વહેતી
  સરિતાનું સુરીલું સંગીત.
  દિકરી એટલે
  સાગરની ભરતીએ
  કાંઠે ટકરાતું
  ઘૂઘવતું મોજું
  તો કદીક…
  નિર્દોષ નિખાલસ
  માસૂમ મોહક પતંગિયું.
  દિકરી એટલે
  એક કાંકરી ચાળે
  સરોવરમાં ઉઠતા તરંગ
  તો કદિક…
  હાથની બંધ
  મુઠ્ઠીમાં પકડેલી રેત.

  ~ અતુલ દવે

 7. આ તે કેવો ભ્રમ છે,
  તું છે મારી સંગ પણ,
  ફક્ત સપના અને યાદોમાં

  કમી તો તારી જ છે..
  બાકી દુનિયામાં કવિ ને કવિતાઓની ક્યાં કમી જ છે…

  લોકોની કચર-પચર વાતો સાંભળવાનો ટેમ છે તારી પાસે,
  પણ મીઠી વાતો ક્યારેક હું કહું તે તો સાંભળ..
  મને ખબર છે કે તું ખૂબ જ ચાહે છે મને,
  પણ I Love You ક્યારેક હું કહું તે તો સંભાળ..

  — હાર્દિક સવાણી “હાર્દ”

 8. એજ મળશે નહી પ્રેમ જો થશે ભૂલ
  જશે સંબધ પણ ટૂટી જો થશે ભૂલ

  સરતો સમય કહે,હાથમાંથી મારાય
  છૂટશે સંગાથ એ, તો જો થશે ભૂલ

  પડતા રસ્તા ભૂલા રણની જેમ જ
  તૂટશે એ જ બંધન, થશે જો ભૂલ

  ખોવાઈ ગયા બધા જ એ સપનાઓ
  ચોરાઈ જાય,ખૂલી આંખ થશે ભૂલ

  “હાર્દ” સાચવને તુ પણ એ સગપણ
  ચકનાચૂર જ છે આ જો થશે ભૂલ

  — હાર્દિક સવાણી “હાર્દ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s