સનમ- અદમ ટંકારવી

બાગમાં  ક્યાં  હવે  ફરે  છે સનમ

વૅબસાઈટ  ઉપર  મળે  છે સનમ

                                    

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

                                           

મૅમરીમાં  ય  હું  સચવાયો  નહીં

તું મને  સૅઈવ  ક્યાં કરે છે સનમ

                                   

ડબ્લ્યુ  ડબ્લ્યુ  ડબ્લ્યુની   પાછળ

ડૉટ થઈને તું  ઝળહળે છે  સનમ

                                   

આ  હથેળીના  બ્લૅન્ક બૉર્ડ  ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

                                    

શી  ખબર  કઈ  રીતે  ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

                                    

ક્યાં છે  રોમાંચ  તારા  અક્ષરનો

ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

                                  

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે

એને ગ્રૅફિકમાં  ચીતરે છે  સનમ

                                    

લાગણી  પ્રૉગ્રામ્ડ  થઈ  ગઈ  છે

ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

                                     

આંખ મારી  આ  થઈ ગઈ  માઉસ

કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

                                       

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com                                    

2 Comments

  1. -શેર :-

    ૧. મળી છે આ જિંદગી તો હસતી હસાવતી રાખો
    હશે આ આ જિંદગી હસતી તો કોઈ દર્દ નહી રહે

    ૨.કા લોક પ્રેમને બહાર શોધે ને કા લોક અહીં તહીં ભટકે છે
    જરા આંખ મીંચી ભીતર માંહી જો અવિરત પ્રેમની ગંગા વહે છે .

    ૩.જિંદગીની સફ્રર ક્યાંક ટૂંકી અને લાંબી પણ હોય છે
    પણ આ જિંદગીની આ સફ્રરમાં કેવું જીવ્યા તેનો જ મર્મ ગવાય છે

    ૪.મેં તો માંગ્યું ન્હોતું ને મને પ્રેમનો ગુલદસ્તો મળ્યો
    પ્રેમ ક્યાં હોય છે આમ સસ્તો મને ગમતો તેવો જ રસ્તો મ્ળ્યો .

    ૫.અનુભવ દુનિયાના લઈને ઘડાયો છું ને
    ઘસાઈ ઘસાઈ ને ચંદન બન્યો છુ.

    કવિ : જાન
    મલેક્પુર વડ
    તા. વડનગર
    જી : મહેસાણા
    મો :૯૯૨૪૬૧૦૧૨૪

  2. ખુબજ સુંદર કવિતા છે ..મનને ગમતી કવિતા છે

    ” ઉનાળા” પર કવિતા ….

    “મંદ મંદ મલકાતો ને
    સુસવાટા મારતો ઉનાળો
    ને આંબાની ડાળી પર જુલાની જેમ
    હિલોળા લેતો ઉનાળો
    શીતળતાની મીઠી મીઠી લહેર
    કેવો લહેરાવતો ઉનાળો
    ઠંડી ધરાને એ શેક્તો
    ને લ્હાય લ્હાય કરતો ઉનાળો
    અવિરત એક્લો એક્લો તપી તપી ને
    દાજેલો દાજ કાઢ્તો ઉનાળો
    તોય લાગે અએ રંગીન મિજાજી
    એથી તો ગુમસુમ રહેતો ઉનાળો
    મન ગમતી ઠંડાઈની ટાઢ્ક થતાં
    મન મોહક લાગે ઉનાળો ”

    કવિ : જાન
    મલેક્પુર (વડ)
    તા: વડનગર જી .મહેસાણા
    મો.૯૯૨૪૬૧૦૧૨૪
    posted 1 min ago by “

Leave a comment