ગુજલિશ ગઝલ

અદમ ટંકારવી

        

ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચેટ થઈ ગઈ

            

નાની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ

હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

             

અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો

ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ

             

કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો  

બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ

            

ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી

ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ 

              

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ

ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ

           

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com            

  

  

2 Comments

  1. શ્રી. બાબુભાઈ,

    ગુજલિશ ગઝલો (પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
    વેબસાઈટ http://www.rrsheth.com એ છાપી છે. પ્રથમ આવૃત્તિ: એપ્રિલ 2001 પ્રત: 1250. આ ગઝલ પાન નબર 18 પર છપાયેલી છે. આ પુસ્તક અદમ ટંકારવીની ઉપસ્થિતિમાં લોસ એંજેલસના સાહિત્ય અદાદમીના કાર્યક્રમ દરમિયાન ખરીદેલ.

    આશા છે આ માહિતી આપને મદદરૂપ બને.

  2. ગુજલિશ ગઝલો (પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

    Web: http://www.rrsheth.com ) એ છાપી નથી.જ્યાંથી કોપી પેસ્ટ કરી હોય એનું નામ આપો.અથવા એ પુસ્તકનાં પાન નંનો હવાલો આપો.
    ————————————–બાબુભાઈ પાંચભાયા

Leave a comment